SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ તો સંસ્કૃતિને સીમાસ્તંભ, ચીસ ૧૮૭ કવિતાઓ લખવાનું હતું. ખેડૂતોની જીંદગી વિષે ને ખેતીવાડી વિષે વ્યવહારૂ આવડત ધરાવનાર આ કવિએ ખેતીની જીંદગીની કવિતાઓ લખી છે અને તેમની સાથે શાસકોની જીંદગી પર ટીકા કરી છે. આ કવિની કવિતાઓ હેમરની કવિતાઓ કરતાં અતિહાસિક રીતે વધારે મહત્ત્વની હતી કારણ કે એણે દંતકથાઓમાંથી નીચે ઉતરીને લેકજીવનની રોજબરોજની સામાજિક અને આથિક દશાને માનવપ્રેમથી છણી છે. ત્યાર પછી સાફ નામની કવિયત્રી ઈ. સ. પૂ. ૬ ઠ્ઠા સૈકામાં ત્યારના જગતમાં જાણીતી બની. અંધ કવિ હેમરના જેટલા જ માનને માટે સાફ અધિકારિણી ગણાય છે, તથા ગ્રીસની નવ દેવીઓમાં અથવા “મ્યુઝો માં આ ગ્રીક યુવતિની ગણના કરવામાં આવી છે. “મારું નામ તો સાફા છે ? બેલતી આ સંગીતની દિકરી, પિતાની જમાનની મધુરતા વરસાવતી સંગીત જે શબ્દ ઉચ્ચારતી. સાફા, ઈ. સ. પૂ. ૬૧૨ માં જન્મી હતી. ઈ. સ. પૂ. ૫૯૩માં આ બાળકીને લઇને ગરીબ મા, બાપ, ગુલામીમાં વેચાઈ જવામાંથી બચી જવા માટે મીટીલસ નગરીમાં ભાગી આવતાં હતાં. આ નગરીમાં બળવાખોર બનેલી આ ધરતીની અદની દિકરી દેશ નિકાલ થઈને પીરા નગરમાં પહોંચતા હતી અને ઓગ. ણસજ વરસની આ સાફા ત્યાં જઈને બળવાખોર રાજકારણને સંગીત બનાવીને લલકારતી હતી. અદની માનવતાએ જણેલી આ ગરીબની દિકરીનું કલેવર ગૌર નહોતું પણુ ઘાટીલું હતું. આ ઘાટ પર ગ્રીક ગુંજન ઘેરે ઘોર ચમકતો દીપો હતું અને કહેતો હતો, “જેવી મૃદુ આપણું આ ધરતી છે તેવું, મુલાયમ મારું દિલ છે.” “આ મુલાયમતામાંથી જીવતરને કઠોર ભાવાવેશ અગ્નિ શિખાઓ જેવો ઉડતા હત” એમ લુટાર્ક નામને ઇતિહાસકાર લખતે હતે. એથેન્સ નગરના આત્માની તપાસ માગત, સેક્રેટિસ નામનો ખડતલ શિલ્પી એને “સાફા, સુંદરી, ; કહેતા હતા અને આખા જગતનાં પ્રાણીઓ અને પદાર્થોનાં સ્વત્વ રૂપ સ્વર્ગમાં જ હોઈ શકે તેવા ચિંતનનો પાયો નાખતા, સાફાના સ્વત્વને, છે . '
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy