SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિને સીમાસ્તંભ, ચીસ ૫૮૫ હવે એ બે એશિયામાં, આવેલા થેપસી નામના નાનકડા નગરમાં રહેવા આવ્યો હતો, કારણ કે અહીં કિની નામની જીવતી સુંદરતા રહેતી હતી. ફીની સાથે ઘર માંડીને રહેતા આ કલાકારે અહીં અનેક રૂપ ઘડ્યાં હતાં. તેમાંથી એકવાર એણે ફ્રિનીને મનપસંદ પ્રતિમા, પિતાના નગરને ભેટ આપવાનું કહ્યું અને તેની પસંદગી કરવાનું કામ ક્રિનીને સેપ્યું. પ્રતિમાઓમાંથી એકને, સર્વોત્તમને શોધી કાઢવા જતી ફિનાના અંતરમાં બધાં રૂપ, સરખાં સુંદર દેખાયા કરતાં હતાં. શિની તેમાંના એકને સર્વોત્તમ તરીકે નક્કી કરી શકતી નહોતી અને પ્રેકસિટેલિસ એને આ બાબતમાં કશું કહેતે ન હતો. એટલે મૂંઝાયેલી ક્રિનીએ એકવાર નગર બહાર ગયેલા, કલાકાર પાસે, માણસે દેડાવ્યાં. એમણે આવીને કલાકાર પાસે બૂમ પાડી. “તમારૂં કલાભવન આખું સળગી ઊઠયું છે.” અને કલાકારે ચિંતાથી પૂછ્યું, “પણ, મારી વિનસની પ્રતિમા !” બસ નિીને જવાબ જડી ગયું. એણે વિનસને સર્વોત્તમ તરીકે સ્વીકારીને નગરને એ ભેટ ધરી. વિનસની આ પ્રતિમા આત્માના ઓજસને ઉભરાવતી માનવીના પ્રશ્યની સંસ્કાર છબી જ હતી. હજુ એનું નામ કયુપિડ (કામદેવ) પાડનાર રોમન સમાજનો અધિકાર જનો નહોતે. એ ગ્રીસનો કલાકાર માનવીના અંતરનું રૂપ ઘડતે, કિની સાથે સંસાર માંડીને, કલાકાર દિકરાઓને પાછળ મૂકીને, એક દિવસ મરણ પામી ગયે. ત્યાર પછી ગ્રીસમાં ઓલિમ્પિયાના સંગ્રહસ્થાનમાંથી, એણે ઘડેલી એક પ્રતિમા, પથ્થરના રૂપમાંથી માનવસંસ્કારના ઓજસ જેવી હરકિસનું નામ ધારણ કરીને ઊભેલી જડી આવી. ડિઓનિસસ નામના દેવતાઈ બાળકને બચાવવા નીકળી જતે દેવદૂત હરમિસ, આ બાળ ફરજંદને દ્રાક્ષ ખવડાવતે તેમાં ઊભો હતો. આવું સૌંદર્ય ઘડતરનું ઢાંકણું ગ્રીક ધરતીપર અટક્યા વિના ચાલ્યા જ કર્યું. કેસ ટાપુપરના શિલ્પી અને ચિત્રકાર એપિલસનું નામ ત્યાર પછી આખી ગ્રીક ધરતી પર ગાજી ઊઠયું. એવું સંસ્કૃતિનું સૌન્દર્ય ઘડનાર આ અવાજ ગ્રીસ દેશ પર અટક્યા વિના એકધારે વહ્યા જ કરતા હતા અને ગ્રીક જીવનમાં અજોડ એવી કલાને યશ, જીવનની સૌરભ બનતે હતે. રેહડઝમાં પ્રેટેજિનિસની કલા જીવનની એવી જ સુવાસને આલેખતી હતી. હેલેનિસ્ટિક જમાનામાં શિલ્પકલા જીવનવ્યવહારનાં જીવતાં ચિત્રોમાં એતપ્રત બની ગઈ. શિલ્પની અંદર ઊમિ અને લાગણીઓના, ગડ્યા, બાળકના જીવનની નાજુક રેખાઓ, દારૂડિયાઓની દુઃખી યાતનાઓ, અને સૈનની ૨૪
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy