SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સંસકૃતિને સીમાસ્તંભ ગ્રીસ ૧૮૩ પાંચમા સૈકામાં તે ગ્રીક કલાકૃતિ સૌંદર્યની ટોચ પર પહોંચવા માંડી. બરાબર આ જમાનાની અંદર જ માનવજિવન પર આપધાત સુધીનું દમન ઉપદેશનારા જૈન ધર્મો અને સૌન્દર્યનું શમન ઉપદેશનાર બુદ્ધ ધર્મે ભારતીય ચિત્રક્ષાને પાછી પાડી દીધી. આ સમયમાં જ ગ્રીક કલાકૃતિઓને જમાને ટોચ પર પહેચતે હતો. આ જમાનામાં પ્રેસ પોલિક્રિટસ પિતાની ચિત્રજ્યામાં મનુષ્યના શરીરની ચિત્રક્લાને સૌન્દર્યથી મઢવા માંડ્યો હતે. એપેલેડોરસે દિવાલે અને વાસણો પર થતાં ચિત્રકામને લાકડાના પાટિયા પર ઉતાર્યું હતું, તથા છાયાચિત્રોને શરૂ કર્યા હતાં. પછીના હેલેનિટીક જમાનામાં ચિત્રાએ માનવજિવનના તે સમયના વ્યવહારને ચિત્રોમાં ઉતારવા માંડ્યાં. આ જમાનામાં જગતભરમાં મશહુર એવા ચિત્રકારોમાં કેલફેનને એપિલિસ, સિકંદરનો દરબારી ચિત્રકાર હતો. આ ચિત્રકારે મનુષ્યના ચહેરા પરના ભાવદર્શનને આબેહૂબ બનાવ્યું. ચિત્રકલાની સાથે સાથે જ ગ્રીકજિવનમાં શિલ્પકલા પણ સુરમ્ય સ્વરૂપમાં વિકસતી ગઈ અથવા ચિત્રકલાથી પણ વધારે વિકાસવાળી બની ગઈ. ગ્રીક કલાકારની આવડત શિલ્પકલામાં સંપૂર્ણ બનીને પ્રકાશી ઉઠી. ગ્રીસનાં નગર રાએ ચિત્રકાર અને કલાકારનું બહુમાન કર્યું. ગ્રીક સરકારની રાજકીય હકૂ મતમાં કલાકારને ધંધે, સર્વોપરિ લેખાય. આ ધંધાના કારિગરોએ એટલે કલાકારોએ ગ્રીક જિવનની તમામ ઈમારતે દેવળે અને મકાને પર, સૌન્દર્યને છાઈ દેવા માંડયું. ગ્રીક શરીર આ સૌન્દર્યની નવાજેશ નીચે આવી ગયું. ગ્રીક દેહ પાપી નહિ પણ સૌન્દર્યનું સ્થાન બને. ગ્રીકલેકેનાં દેવદેવીઓએ અને મનોએ સાંએ કલાકારના હાથ નીચે શરીરની સુંદરતા ધારણ કરવા માંડી. સુંદરતાની આ ઘટનામાં ગ્રીક શરીરનાં અંગેઅંગમાંથી સ્વારથ અને તાકાત નિતરતાં દેખાયાં. શરૂઆતનું ગ્રીકશિલ્પ સામાન્ય હતું. શિલ્પના આ “આરએઈક” જમાનામાં શરીરનું શિલ્પરૂપ સામાન્ય હતું. પછી બીજા જમાનાએ આરપાર દેખી શકાય તેવા આરસમાં સૌન્દની લીલા વિસ્તારવા માંડી. ત્યાર પછી કાંસા અને ધાતુઓ પર પણ ગ્રીક શિ૯પકલા પ્રકાશી ઉઠી. સૌર્યના આ જમાનાએ ગ્રીક જીવનના વ્યવહારમાં બુદ્ધિની તાકાતને પણ સૌકેટિસના જેવી સાદાઈથી શણગારી. સોફિલિસ, અને પ્રોટગરાસે, તથા એથેન્સના કિડિયાસે મહાન પરિકલીસના મહાન જમાનાને સૌન્દર્યથી મઢી લીધે. ઈ. સ. પૂ. ના ચોથા સૈકામાં પિલીકલીટસનું નામ ગ્રીસમાં મશહૂર બન્યું. અને ત્યાર પછી સ્કે પાસે માનવીની હીલચાલને જીવતરની ગતિનારૂપમાં મઢવા માંડી.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy