SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિના સીમાસ્તંભ થ્રીસ પ્રતિતી પછી સત્યના સ્વીકારવાળી વૈજ્ઞાનિક હિલચાલ બની ચુકી હતી. સોક્રેટિસ પહેલાંથી જ જગતના સંસ્કારને અને સંસ્કૃતિને મઢવા માટેની આ હિલચાલના ઉદ્ભવ ગ્રીક ધરતી પર દેખાઇ ચુકયા હતા. ડેમોક્રિટસ અને એરિસ્ટોટલ આ હિલચાલના વૈજ્ઞાનિકા હતા. વૈજ્ઞાનિકને શાલે તેવું અવલાકન માટેનું વિરકત વસ્વ તેમણે સંપાદન કર્યુ હતું. આ વર્ચસ્વ ગ્રીક સંસ્કૃતિને યુગવેગ ખનો ગયું હતું. આ યુગવેગ વિષે એરિસ્ટાટલ કહેતા હતા કે મનુષ્યમાં સકારણ બુદ્ધિની ક્રિયા જ દૈવી ક્રિયા છે અને મનુષ્યનું જે જીવન વ્યવહારમાં સકારણતા અને વૈજ્ઞાનિકતા સંપાદન કરી શકે છે તે જ વનદેવી છે. ' આવા દૈવી જીવનનેા કાલાહલ સેક્રેટિસે એથેન્સ નગરને ઢઢાળીને કથારના ય શરૂ કરી દીધા હતા. ત્યારે વિજ્ઞાનની તપાસના આ અવાજને દેહાંતદંડ ત્યારના શાસકાએ પોતાના પર આવેલા વિકટ સમયની અસહિષ્ણુતા બતાવી હતી પરન્તુ તેથી સાક્રેટિસના પેાતાના જીવનના અંત સુધી ગ્રીક ધરતી પરના જિવતરની વિચાર, વાણી અને વનના સ્વાતંત્ર્યની સાબિતિ જ વનની આ આઝાદ ધટનાએ ઇ દીધી છે. ને ૧૧ સંસ્કૃતિનું શ્રીક સૌન્દ વિશ્વ ઇતિહાસના જ્યોતિર જેવા આ દેશ પર સસ્કૃતિનું જે નૂતનરૂપ રચાયું હતું તેમાં ગ્રીક ધરતી પરનાં કળા અને શિલ્પ પણ સૌ નું નવું રૂપ સજ્જતાં હતાં. સૌના સ્વરૂપનું મૂલ્ય જીવનના વ્યવહાર પર અને એ વ્યવ હારની નક્કર હકિકતા પર સૌંદર્યને મઢવાનું ઢાય છે. ઇજીપ્તના જિવતરમાં ઇજીપ્તની ધરતીમાંથી જ ઉગ્યા હોય તેવા અને ઈજીપ્તની ટેકરીઓ જેવાં જ ક્લેવર ધારણ કરેલા પિરામીડા ત્યાંની કલાના નમુના હતા. આ નમુનાઓમાં એક જંગી એવું ગણિતશાસ્ત્ર ત્રિકાણા બનીને ધડાયું હતું, તથા પરિવર્તન પામતું જ નહેાય તેવા રણપ્રદેશ પર અચલાયતન જેવું પડ્યું હતું. આ અચલાયતનરૂપેા, ત્યાંના પત્થરના રૂપમાં મઢાયેલી માટી જંગી પ્રતિમા બનીને ત્યાંની ટેકરીઓની જડતા જેવાં જડ થઈ ગયાં હતાં. ત્યાંના જીવતરે જીવતરની જડતા પર કલાકારની વૈજ્ઞાનિક નજર વડે કાબૂ મેળવ્યા નહતા. પરંતુ ગ્રીસની કલામાં કુદરતી જડતા પર કલાકારના કાબૂ નૂતન સૌંદય ધારણ કરીને રૂપ મઢતા હતા. એનેકઝેગેારાસ, ડીમાન્ક્રીટસ, અને સોક્રેટિસ જેવા ચિંતકાની અને વૈજ્ઞાનિકાની વણઝારમાં ગ્રીસના કલાકાર પણ ટાંકણું અને પીંછી ધારણ કરીને ચાલવા માંડ્યો હતા. એટલે એણે જે સૌંદય ધડવા માંડયુ હતુ તે પહેલાં ચિત્તની સકારણતાનું નૂતન રૂપ પણ ધારણ કર્યું હતું. આ કલાકાર ઈજીપ્તના મૃત્યુધાને માટે પ્રતિમાએ ધતા નહતા પણ જીવનની વણઝાર માટે માનવરૂપને નિર્માણ કરતા હતા. ..
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy