SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા દરવાજાતી બહાર એક માટુ ક્રિડાંગણ તથા શરતનું મેદાન હતું. કિનારા આખા, સ્નાનાગાર અને આરામગાહેાથી જડાઇ ગયા હતા તથા ત્યાંથી હિપટેસટેડિયમની દરિયાઈ ખાડી ફેરાસ ટાપુ સાથે જોડાઇને ત્યાં આગળ પણ ખીજું અંદર બનાવતી હતી. નગરની બહાર, પાછળના ભાગમાં મેરાટિસ સરાવર પર નાઈલ નદી સુધી આનદ નૌકાએ વિરહતી હતી. ૧૯૬ એલેકઝાંડરે જગત જીત્યા પછી, સૌથી વધારે કિંમતી વારસા પેાતાના સેનાની લેગુસના દીકરા ટાલેમીને દીધા હતા. વિશ્વવિજેતાના મડાને ટાલેમીએ મૈીસમાં આણીને તેને સુવર્ણની વિશાળ મડાપેટીમાં સુવાડીને, પોતાના હવાલામાં રાખ્યું હતું. એલેકઝાંડરની અનેક આનંદ યુવતિઓમાં એક બાઈ તે પણ એણે પેાતાના હવાલામાં રાખી હતી અને તેની સાથે લગ્ન કર્યુ હતું. સિકંદરના મેાત પછી અઢાર વરસ સુધી ઈજિપ્તમાં રહીને, ઇજિપ્તવાસી બની જઈ તે ટાલેમીએ જાહેર કર્યું કે પાતે ઈજિપ્તના શહેનશાહ હતા. ટોલેમીના ગ્રીક ઇ જિપ્ત, આખી દુનિયા પર અમલ આરંભ્યા.એ દુનિયાનું, માલિક દુનિયાનું મહાનગર, એલેકઝાન્ડ્રિયાનું સંસ્કાર સંસ્થાન બન્યું. ત્યારની દુનિયામાં અનુપમ અને અજોડ એવું, પુસ્તકાલય, સંગ્રહસ્થાન અને વિજ્ઞાન સંસ્થા, આ નગરમાં જ હતાં. શહેનશાહ ટાલેમીએ પેાતાની ખાસી વરસની ઉંમરે, પોતાના દિકરા લાડેલ્ફસને, આ વિશ્વનગરની ગાદી પર બેસાડીને પોતે એ નગરના નાગરિક ખૂનીને એ વરસ પછી મરણ પામી ગયા. જેવું દોલતમંદુ મહાન આ વિશ્વનગર જગતભરની દોલતથી દીપતું હતું તેવા તેમાં નવા ટાલેમી દીપી ઊઠયા. જેવા દોલતમંદોના સાધનસાજ આનંદ ઉપભાગથી ખદબદતા હતા તેવાજ એમની શહેનશાહતને સરનશીન પેાતાની એક રાણીને રજા આપીને, અનેક પ્રેમદાએથી અંત:પુર ઊભરાવીને તથા છેવટે પેાતાની સગી બહેનને પટરાણી બનાવીને ખદબદતા હતા. મહા પડતા, વિશારદો, કલાકારા, શિલ્પીઓ, અને સેનાનીએ તથા વિજ્ઞાનિકા અને ચિંતાના દરબારમાં, આખા ભૂમધ્ય મહાસાગર પર યશની છેળા ઉછળતા આનંદ–ઉપભાગમાં અહામાનવ બની રહ્યો હતો. પણ એને અચાનક ધડપણ આવી પહોંચ્યું. એણે આનંદના અતિરેકમાં ઊગી નીકળતા વ્યાધિથી ખિન્ન અતીતે, પોતાના રાજમહાલયની બારી ખાલીને કિનારાની રેતીમાં, ઊગતા સુરજનાં કિરણેામાં આળાટતા, એક નાગા ભૂખ્ય ભિખારી દી. માતથી કંપી ઊઠતા એ બબડયા; “ ઉષા ઊગે છે, અને...હું જો એના જેવા બની શકું તે...!” પણ એણે એક નિશ્વાસ નાખીને બૂમ પાડી;
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy