SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ઈતિહાસને જાતિધર થયું હતું. ત્યાં રાજા ફિલીપનું રાજ્ય ચાલતું હતું. ગ્રીસને જ આ સરહદી પ્રદેશ હતો. એરિસ્ટંટલ આ મેસિડેની યાના રાજવૈદને દિકરો હતો. ઈ. સ. પૂર્વેના ૪૦૪મા વરસને આ સમય હતે. એથેનિયન સામ્રાજ્ય આ વરસમાં આથમી ગયું હતું. થીમ્સ નગર પણ નિ:સહાય પડ્યું હતું. ત્યારે ગ્રીસના ઉત્તર પ્રદેશ મેસિડેનિયામાંથી રાજા ફિલીપ બીજો થીમ્સ પર આવી પહોંચ્યો અને થીમ્સનો એણે કબજે લઈ લીધે. આઝાદીની રેત હવે ગ્રીક ધરતી પરથી સિકંદર હચમચી ઊઠી. આ કંપી ઊઠેલી જ્યોતને ધારણ કરી રાખતા ડેથિનિસે, ગ્રીસને ગુલામ બનાવવા નીકળતા ફિલીપ સામે એક થઈને લડવાની હાકલ કરી. ઇરાનની શહેનશ હત પરાજ્ય પમાડનાર ગ્રીક એકતાને એણે ગ્રીસની ભૂમિ પરથી જ આવતા રજવાડી આક્રમણને મારી હટાવવાની દર્દ ભરી અરજ કરી. ડેમોરિથનિસનું અરણ્ય રૂદન ગ્રીક ધરતી પર લેકએકતાને ઢઢળતું હતું. પણ એકતા મરણ પામી ચૂકી હતી. યાદવાસ્થલીએ આ આઝાદ એકતાની સહેદરતાને ગ્રીક નગરોની શેરીઓમાં રગદોળી નાખી હતી. એકતા અને આઝાદી નામને શબ્દ ઉચ્ચારનાર ડેમેસ્થિનિસ અપરાધી લેખાય. એણે જીવ બચાવવા કરતાં આઝાદી અને એકતાનું જ રટણ કરતાં આપઘાત કરીને મરણ પામી જવાનું પસંદ કર્યું. રાજ ફિલીપે મેસિડેનિયાના લેકેને લશ્કરી કવાયત અને લશ્કરી સંગઠન નીચે એક કર્યા. એણે ફેલેંકસ નામની લશ્કરી રચના ઘડી. એણે ગ્રીસનાં એક પછી એક નગરને તારાજ કરીને જીતવા માંડ્યાં. જગત જીતવાને અને વિશ્વવિજેતા બનવાને પિતાને શાહી નિરધાર એણે જાહેર કર્યો, પણ કોઈએ એનું ખૂન કરી નાખ્યું એટલે એણે આરંભેલી વિજ્ય યાત્રા સિકંદરે શરૂ કરી. ફિલીપ પછી સિકંદર ગાદી પર આવ્યો કે તરત જ એ વિવવિયે કરવા નીકળ્યો. એણે પશ્ચિમના આક્રમણ વડે પૂર્વની સીમાઓ ભેદી નાખી. પૂર્વના સિમાડાઓ પશ્ચિમની દુનિયા સાથેના બધા સંસર્ગ અને સંપર્ક માટે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy