SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ વિશ્વ ઈતિહાસની રૂપરખા રાવા માંડી. ગ્રીક ધરતી પર એક શબ્દના અનેક અર્થો થવા લાગ્યા. વાટાઘાટ વિતંડાવાદ બને. છળકપટ હોશિયારી તરીકે દેખાયાં, તથા સારાસાર વિવેક દુર્બળતા દેખાય. દરેક માણસે એક બીજા પર શંકા ધરીને પરસ્પરના વ્યવહાર શરૂ કરવા માંડયો. ગ્રીક ધરતી પર અધિકાર માટેની જીવલેણ સરસાઈ શરૂ થઈ ગઈ.” ત્યારના પ્રીસ દેશ પર ઇરાનનું આકેસણું બરાબર આ સમયે પોતાના નાના સરખા દેશ પર નગર રાજ્યનું રૂપ ધારણ કરીને સૌ નગરમાં સર્વોત્તમ એવું એથેન્સ નગર ગ્રીક ધરતી પર જીવતું હતું ત્યારે બે સૈકાઓના સીમા પ્રદેશ પરથી એથેન્સ પર ઈરાનનું આક્રમણ આવી પહોંચ્યું. ઈ. સ. પૂર્વેને છઠ્ઠો અને પાંચમો સૈકા સંગમ પામતા હતા ત્યાં આગળ પિતાને રાજાઓના રાજા કહેવડાવતે ઈરાનને શાહ આલમ પરિસ આખા એશિયામાઈનોર પર સંહારના પૂર જે ચડી આવતું હતું. ગ્રીક ધરતી પરના એક પછી બીજા નગર આ આક્રમણ નીચે પડવા લાગ્યાં. ગ્રીક ધરતી પરનાં આવેનિયન નગરનાં કારખાનાઓ તૂટી પડવા લાગ્યાં. “પોલીટિસનામને મહાન ગ્રીક, ઈરાની અને હાથે વધ પામવા ક્રોસ પર ઠોકાઈ ગયે. આક્રમણના આ પુરને ઘડીભર થંભાવવા મિલેટસે દેહની દિવાલ રચી દીધી. પણ તે આખું નગર પતન પામીને રાખના ઢગલામાં સુઈ ગયું. ગ્રીક ધરતી પરનાં નિરાધાર માનવે સંહારની આફતમાંથી બચવા પશ્ચિમ તરફ નાસવા માંડયાં. નાસતાં જતાં આ માનવસમુદાયમાં ગ્રીક ધરતી પરના વૈજ્ઞાનિકે અને ચિંતકે પણ હતા. આ લેકે સંહારમાંથી બચાવવા માટે પિતાના નકશાઓ, લખાણો વગેરે લઈને ભાગતા હતા. એશિયામાઈનેરથી ઉપડેલાં સંહારનાં ઘોડાપુર પિતાના માર્ગમાં જીવતરની બધી રેખાઓ ભૂસી નાખતાં આગળ વધતાં હતાં. સંહારનાં આ જોડાપૂરને હવે રેકી ન શકાય તે સૈકાઓની સંસ્કૃતિઓનો નાશ થઈ જવાને ભય ઉભો થયો હતો. ત્યારે ઈરાનની શહેનશાહતે ઘડેલા સંહારનાં યંત્ર અને સંહારનાં લશ્કરને થંભી જવાને પડકાર એથેન્સ નગરે કર્યો. એથેન્સની આ જીવનમરણની લડાઈ હતી. ગ્રીક ધરતી પરની આ એતિહાસિક આઝાદીની જેહાદમાં સાથ આપવા ગ્રીક ધરતી પરના સ્પાર્ટી નામના નગરે પણ ઉમેદવારી નેધાવી. એથેન્સ અને સ્પાર્ટીએ આઝાદીના રક્ષણના નામમાં સંહારના ઘોડાપૂરને થંભી જવાને પડકાર કર્યો. જાણે બે જગત એકમેકની સામે ગ્રીક ધરતી પર આવી ગયાં. ગુલામેની પ્રથા પર શહેનશાહ બનેલું જગતરૂપ ઈરાનનું હતું અને ગુલામના જ અમપર સંસ્કારની ઘટના ઘડતું પ્રાચીન જગતમાંથી ઉગેલું ઈતિહાસનું બીજું રૂપ ગ્રીક
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy