SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પેલેસ્ટાઈને વિશ્વ ઈતિહાસમાં પ્રવેશે છે ૧૩૭ સર્જન કર્યું હતું. અહીં ગરીબાઈ અને વૈભવ એકબીજાની સામ સામે એકબીજાના વ્યાઘાત જેવા દેખાતા હતા. વૈભવના આ થાક નીચે સોલેમોનાખેલા કરભાર નીચે સોલેમનની મરણ સાથે જ તે સમયના સંતોએ દીધેલા શાપ પ્રમાણે જાણે પેલેસ્ટાઈનની જીવન ઘટના હચમચી ઊઠી. આ જમાનાને મોસ નામને એક સંત જેરૂસલેમને કોટની બહાર વિશાળ ચોકમાં ઉભો રહીને બેલત હોય એ નીચે અવાજ ઇતિહાસ સાચવી રાખ્યો છે. રાજા અને રાજવીઓને અતિહાસિક શબ્દોમાં સંબોધતે હોય તેવો. એમેસ કહેતે હતો. “જેરૂસલેમમાં જ ઓનની કલ્લેબંદીમાં મહાલ ચણીને અને તેની આસપાસ દ્રાક્ષના બગીચાઓ રચીને બેઠેલાં તમે હવે એ ઈમાતેમાં લાંબો સમય વસી શકશે નહિ. હાથી દાંતના પલંગમાં આળોટનારાઓ તથા પેલેસ્ટાઈનની ધરતીનાં ઘેટા બકરાની ઉજાણી કરનાર તમે લેકે સંગીતના શબ્દ સાંભળતાં જે સ્વમોમાં રાચે છે તે સ્વમો હવે લાંબે વખત ટકશે નહિ. ભગવાન યાહને અવાજ તમને જે સંભળાતું હોય તે તે કહે છે કે તમે આપે છે તે ભાગ અને બલિદાન મને ખપતાં નથી. હું તે બધાને અસ્વીકાર કરું છું. તમારા પર પર્વત પરથી ઉછળતા આવતા જળધોધ જે ઈન્સાફને ચુકાદો હવે ઉતરી પડશે.” પેલેસ્ટાઇનના સંતો સોમનના ગયા પછી પેલેસ્ટાઈન પર ભૂખમરે સરજાય. સેલે મનની સમૃદ્ધિ અને વૈભવના ભપકાઓ પાછળ સંતાઈ રહેલાં શેષણે સરજેલી ગરીબાઈ અને શ્રીમંતાઈ વચ્ચે ન પૂરાય તેવું અંતર દેખાયું. આખો દેશ આવી ભેદ ઘટના નીચે અનેક કલહથી ખદબદી ઊડ્યો. રજવાડી શાસન પણ આંતર વિગ્રહ કરીને દેશના બે ટુકડા પાડીને બે રાજ્યોમાં વહેંચાયું. ઈબ્રાહીમ નામના રાજ્યના એક ટુકડાએ સમારીયામાં રાજગાદી ગોઠવી અને જુડીઆના બીજા ટુકડાનું પાટનગર જેરૂસલેમ બન્યું. જેસ્સાલેમ પર ઈજીપને શેૉક ચઢી આવ્યો અને સેલેમને સંપાદન કરેલું બધું સુવર્ણ લૂંટીને પાછો ફર્યો. આવા હવામાનમાં ઈઝરાઈલની ધરતીમાંથી સંતે જાગી ઊઠયા. ઈતિહાસના રાજકારણમાં ઉદ્દામવાદની ઉષ્મા આ ધરતી પર નિપજેલા સંતોએ ભરી દીધી. આ સંતેના ઉદગાર વિશ્વઈતિહાસની નેંધપોથીની ચિરંતન પ્રેરણાઓ બની ગયા. એમસ અને ઈસાયા અને અલીઝા જેવા ઉદ્દામવાદીઓ ઈઝરાઈલની ધરતી પર માનવસમુદાયનાં સરઘસો બનીને, સભાઓ ભરીને, જનહીલચાલની રણહાક જેવા દેખાયા. ઈ. સ. પૂર્વને આ સમય ૭૩૩ ને હતે. આ સમ ૧૮
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy