SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પેલેસ્ટાઈન વિશ્વ ઇતિહાસમાં પ્રવેશે છે હતાં અને આ કુલપતિઓની બનેલી સમિતિએ કાનુન પડતી અને ઇન્સાફ આપતી. આવી જીવન પ્રથાનું આર્થિક એકમ કુટુંબ સંસ્થાનું હતું. આ કુટુએ ભેગાં મળીને પાતાનાં ખેતરા ખેડતાં અને પશુઓનું પાલન કરતાં. આવાં અ’કારણના સ્વરૂપવાળી આ જીવન વ્યવસ્થાની, રાજકિય સ ંસ્થાના અધિકાર કુલપતિઓની સમિતિનેા બનેલા હતા. ૧૩૫ ધીમે ધીમે જીવન વ્યવહારના આ સ્વરૂપમાંથી રાજાને નીમવામાં આવ્યા. રાજાની શરૂ થતી સંસ્થા સામે તે સમયના સેમ્યુઅલ નામના એક સંતે સાવચેતીના શબ્દો ઉચ્ચાર્યા કે, “ હવે રાજાએ તમારા દીકરાઓને પેાતાને વહીવટ ચલાવવા નાકરીએ રાખશે તથા તેમને પેાતાના રથ હાંકનારા બનાવશે અને પાતાના ઘેાડેસવારા બનાવશે. રાજાની સંસ્થા તમારી તમામ જ્મીનની માલિક બનશે અને તમે બધા વેઢિયા ખેડૂતા બની જશો. રાજાની આ સંસ્થા તમારૂં બધું જ પડાવી લેશે. તમારી દીકરીએ અને તમારા દીકરાએ રાજાનાં ગુલામ બની જશે. તમારા દીકરાએ રાજાની લડાઇ લડનાર સૈનિકા બનશે. પછી તમે તમારાં દુઃખ અને દરદની ખુમા પાડીને ભગવાન યાદ્બેહનું સ્મરણ કરા તે તે પણ તમને સાંભળશે નહિ.' "" પૅલેસ્ટાઇન પરના પહેલે શહેનશાહ શાલ નામના થયા અને ખીજે શહેનશાહ ડેવીડ નામના થયા. ‘ ડેવીડ ’ગાલિયાથની કત્લ કરવા માટે પ્રખ્યાત થયા તથા બંસરી બજાવીને અનેક યુવતીગ્મા સાથે નાચ નાચવા માટે એણે નામના મેળવી. શહેનશાહ તરીકે તેની ધાતકી ભયાનકતા જાણીતી બની. એના પછી • સેાલેામન” નામના એના દીકરા ગાદીએ આવ્યા. એણે ગાદી પર આવતાં જ પોતાના તમામ રિફીની કત્લ કરી નાખી. પેલા મહાન મેસેસે દાખવેલા આસમાનમાં રહેતા ભગવાન યાહવેહને ગુસ્સો પણ સાલેમન સામે ઉતર્યાં નહિ, પૅલેસ્ટાઇનની ધરતી પર સેલેામનની શહેનશાહતના કાયદા અને વ્યવસ્થા જગતમાં જાણીતાં બન્યાં. એણે આસપાસના પ્રદેશા સાથે વેપારને ધીકતા બનાવ્યા. જેસાલેમ નામના પાટનગરમાં ડેવીડે એક માટા કિલ્લા અને એક માટું દેવાલય બંધાવ્યું. એના રાજકારભારમાં જેફ્સાલેમનાં બજારો વેપારનાં મથકા બન્યાં. ટાયરના શહેનશાહને એણે પોતાના ભાઈબંધ બનાવ્યા. ફીનીશિયન વણઝારા પૅલેસ્ટાઈનમાં થઇને વહેવા લાગી. એણે લાલ સમુદ્ર ઉપર મોટા નૌકા કાફલા બાંધ્યા તથા એસિરિયા અને ફિનીશીઆના વેપાંરીઓને અરબસ્તાન અને આફ્રિકા વેપાર કરવા માટે પોતાના કાફલાનેા ઉપયોગ કરવા માટે લલચાવ્યા. એણે સોનાની ખાણા ખોદાવી અને જેરૂસાલેમમાં સાનાના ઢગલા લાવવા માંડયા.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy