SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ વિશ્વ ઈતિહાસની પરખા એણે પિતાનાં નગર બાંધ્યાં અને દેવાલયો આપ્યાં. બેબિલોનની વાણિજ્ય સંસ્કૃતિએ અર્થકારણને જે સુધારે અને સરકારી વહીવટના જે નૂતન કાનૂન ઘડ્યા હતા તેને એણે નવું કશું બનાવ્યા વિના સંહાર કર્યો. પછી એસિરિયાને ઈતિહાસ સંહાર કરીને થાકીને લોથ થયેલા હિંસક પશુની જેમ સંહારના જ ભાર નીચે અસ્ત પામવા માટે સુઈ ગયો. એસિરિયાને ઇતિહાસ વિશ્વઈતિહાસમાં જીવી શકે તેવું સંસ્કૃતિનું કઈ નવું રૂપ પોતે આપી શક્યો નહીં. ઇતિહાસની આગેકૂચ, ઇજીપ્તથી ઈઝરાઈલ તરફ હવે દક્ષિણ પશ્ચિમ એશિયાના પાંચ સમોની રેખાઓ વડે સીમાઓ પામતા સંસ્કૃતિને પ્રાચીન ઉદયના પ્રદેશને ફરીવાર નજર સામે જુઓ. ડાબા હાથ તરફ દૂર પશ્ચિમથી પૃથ્વીની વચ્ચે હોવાથી ત્યાં ભૂમધ્ય કહેવાતા સમુદ્ર દેખાય છે. ભૂમધ્ય પછી જમણી બાજુએ કાળો સમુદ્ર દેખાય છે, અને કાળા પછી કેસ્પીઅન સમુદ્ર દેખાય છે, અને લાલ સમુદ્ર દેખાય છે. આ સમુદ્રો વચ્ચે વિશાળ જમીનની સરહદમાં મોટાં રણે છે. આ રણભૂમિઓ પર ક્યાંક કયાંક લીલેતરીની લીલાઓ સર્જાતી પ્રાચીન જગતની વિશ્વસરિતાઓ બનેલી ત્રણ નદીઓ દેખાય છે. એમાંની સંસ્કૃતિની સૌથી પહેલી ગણાતી નાઈલ નદી અને પછીની તૈગ્રીસ અને યુક્રેટીસ નામની સરિતાઓના પાણીના પ્રવાહને ઉદ્દભવ એબિસિનિયા અને આર્મેનિયાના પર્વત પરના વરસાદ અને બરફમાંથી થાય છે. યુતિ અને તૈગ્રીસ મૂળમાંથી જુદી પડી જઈને પિતાની વચ્ચેના પ્રદેશ પર, મેસોપોટેમિયાનું રૂપ મટે છે. પછી આ બંને નદીએ પિતાના મુખ આગળ ઈરાનના અખાતમાં પડવાના પ્રદેશ પાસે ભેગી થાય છે, અને ત્યાં આ બંને સરિતાઓ ઉર અથવા ચાલડીઆ નામની ભૂમિનું સર્જન કરે છે. સંસ્કૃતિનું એવું સ્વરૂપ હવે એશિયાની ધરતી પર નક્કર બન્યું છે. ઈજીપ્ત બેબિલોનિયા, ચાલડીઆ ચીન અને ભારત એવાં એનાં નામ પડ્યાં છે. મેંફીસ, બેબિલેન, અને હાડઅપ નામનાં આ વિશ્વસંસ્કૃતિનાં વિશ્વ–નગરે સંસ્કૃતિની હીલચાલથી ધબકી ઊડ્યાં છે. ઈઝરાઈલ પણ વિધઈતિહાસમાં આવે છે ત્યારે યુફ્રેટીસ અને નાઈલ નદી વચ્ચેને અરબસ્તાનનાં રણને ઉત્તર છેડો જ્યાં આગળથી પસાર થાય છે ત્યાં દાડમેર અને ડામસકસ આવે છે. અહિં આગળથી સિરિયા નામના રણ પ્રદેશ પરથી રસ્તે આગળ વધે છે અને ઊંચા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy