SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ આર્યાની ઈશની શહેનશાહત ઇતિહાસકાર હીરાડેાટસના ઉલ્લેખ પ્રમાણે, ગ્રીસદેશ પર પૂર્વાંની આખી દુનિયાએ ઇરાની શહેનશાહતનાં લશ્કરા બનીને ચઢાઈ કરી. આ લશ્કરાની સૈનિક સંખ્યા ૨૬,૪૧,૦૦૦ની બની. આ વિશાળ લશ્કર વિશ્વ-ઇતિહાસમાં પહેલીવાર સ અન્યું. ઇજનેરી, ગુલામા, વહેપારીઓ, વારાંગનાએ, વગેરે મહામેળા આ આક્રમણની સજાવટમાં સાથે લેવાયા. ૧૨૯ આ લશ્કરોમાં પૂર્વની બધી પરાધીન માનવતા ઇરાનની હકુમત નીચે હાજર થઈ હતી એમાં, ઇરાનીઅનેા, મિડીસા, બેબિલોનીઅનેા, અજ્ઞાના, હિંદીએ, એકટ્રીઅનેા, સેગડીઅનેા, સાકા, એસીરીયના, આરમેનીઅને, કાલચીઅનેા, સ્કાથીઅનેા, ફીનીઅને, મીસીઅને, પેફલેગાનીઅને, ફિનિયના, થ્રેસીયા, થ્રેસાલિયા, લાક્રીઅનેા, ખેએશીઅનેા, લીડીઅનેા, ફીનીશીયને, સીરીયના, આરખે, પશીઅનેા, એખીસીનિયને, તથા લીખીઅનેા હતા. આ લશ્કર પાયદળ હયદળ, રથદળ અને હસ્તિળનું બનેલુ હતું તથા આ બધા લશ્કરના સસ્રસાજ લાવનારાં જહાજોની સંખ્યા એક હજાર ઉપરની હતી. આ મહાસંગ્રામ આંતરરાષ્ટ્રીય અથવ પ્રાચીન જગતના વિશ્વસંગ્રામનું રૂપ ધારણ કરીને ગ્રીક ધરતી પરના, આયેાનિયન પ્રદેશ પરના એક એથેનીઅન વૈરાયની હસ્તીને પડકારવા શરૂ થયે.આ મહાસંગ્રામના રૂપમાં, શહેનશાહતેની અતિપ્રાચીન સંસ્કૃતિની અને નૂતનપ્રાચીન લેાક સંસ્કારના વૈરાજ્યના નૂતન જીવનવહીવટની રૂપરેખાએ સામસામી આવી ગઇ. આ મહાસગ્રામને પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના પહેલા સંગ્રામ તરીકે પણ એળખવામાં આવ્યો. આ સંગ્રામના સમયે વિશ્વતિહાસમાં, પૂર્વનું રૂપ સામ્રાજ્યવાદી સંહારક સ્વરૂપ બની ચૂકયું હતું, અને યાપને જ્યારે હજી જન્મ પણ થયા નહોતા, ત્યારે યરાપના વિજ્ઞાનસંસ્કારની બારાખડી છૂટવા માંડેલા યાપના આ એક થ્રોક દેશ અથવા એક વૈરાજ્ય, પોતાના નૂતન સંસ્કારને ધારણ કરીને સામ્રાજ્યવાદી સંહારક જગતના પડકાર બનીને, અતિપ્રાચીન જીવનવહીવટનાં જ સંસ્કાર મૂલ્યાને સાચવી રાખવા રાષ્ટ્રઆઝાદીનું પહેલું યુદ્ધ લડતા હતા. ઈરાન અને ગ્રીસ વચ્ચેને મહાવિગ્રહ ઈ. સ. પૂર્વે ૫૧૨માં શરૂ થઇને ૪. સ, પૂર્વે ૪૭૯ના એગસ્ટ મહિનામાં પૂરા થયા ત્યારે ઇરાની શહેનશાહત પરાજ્ય પામી ચૂકી હતી અને ગ્રીસદેશ વિજયી બની ચૂકયા હતા.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy