SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ આર્યોની ઈશની શહેનશાહત આ અરસામાં પર્શિયા પર સાયરસ નામને શહેનશાહ આવી પહોંચે. આ શહેનશાહની આગેવાની નીચે ઈરાને જગત જીતવા માટેની કમર કસવા માંડી. “સાયરસે સાર્ડિસ અને બેબિલેનનું સંપૂર્ણ પતન કર્યું અને એક હજાર વર્ષથી જીવતી પશ્ચિમ એશિયાની એ શહેનશાહતને અંત આણે. ઈરાનની શહેનશાહતે આવું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. આ શહેનશાહતમાં હવે એસિરિયા, બેબિલેનયિા, સિરીયા અને એશિયા માઈનરના પ્રદેશ આવી પહોંચ્યા. વિશ્વવિજેતાની જેમ સાયરસ સમીપપૂર્વના પ્રદેશને એક પછી એક જીતવા માંડ્યો. પૂર્વ ભારત સુધી એના વિજયો આગળ વધ્યા. આ વિજયયાત્રામાં કાસ્પિયન સમુદ્રના દક્ષિણ કિનારા પરની એક લડાઈમાં એ કપાઈ ગયે. પછી સાયરસની શહેનશાહતને વારસદાર કેમ્બિસિસ બન્યો. સાયરસે શરૂ કરેલી વિજયયાત્રાનું આક્રમણ કેમ્બિસિસ ઈજીપ્તમાં લઈ ગયે. નાઈલ નદી પર ઈરાનનાં લશ્કરો ફરવા માંડ્યાં. ઈજીપ્તનું પાટનગર મેમફિસનું પતન થયું. આ શહેનશાહે અનેક મૂર્તિઓની પૂજા કરતા ઈજીપ્તના ધર્મનું અપમાન કર્યું. એણે ઈજીપ્તના દેવળોમાં જાતે જઈને મૂર્તિઓનાં ખંડન કર્યા અને દેવળને સળગાવ્યાં. ઈજીપ્તના દેવ દેવીઓની મૂર્તિઓને નાશ કરીને આ વિજેતા પશિયા તરફ પાછા વળે ત્યારે એને ખબર મળ્યા કે પર્શિયામાં બળ થયો છે. એને ઈરાનમાં પહોંચતાં પહેલાં આપઘાત કરવાની ફરજ પડી અને પછી ડેરિયસ નામને શહેનશાહ ઈરાનની શહેનશાહીને માલિક બને. પાછી આ શહેનશાહની વિજયયાત્રા જગત જીતવા નિકળી પડી. ઇરાનનું સામ્રાજ્ય એના સમયમાં વીસ જેટલા ક્ષત્રપ અથવા પરાધીન બનેલા દેશોનું બન્યું. આ સામ્રાજ્યની હકૂમત નીચે ઈજીપ્ત, પેલેસ્ટાઈન, સિરીયા, ફિનીશીયા, લિબીયા, ટિકા, આયોનિયા, કેપેડેસીયા, સિલીશીયા, આર્મેનિયા એસિરિયા, કોડેસર, બેબિલેનિયા, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન,ગડિયાના, બેકટ્રીયા તથા સિંધુ નદીને પશ્ચિમ ભારતને પ્રદેશ” આવી પહોંચે. ડેરિયસ શાહઆલમ બની ચુકે. પૂર્વનું ઈરાન, પશ્ચિમમાં ગ્રીસને ભેટે કરે છે ઈ. સ. પૂર્વે ૫૧૨માં ઈરાનના શહેનશાહ ડેરીયસ પહેલાએ, અફઘાનિસ્તાન, ઉત્તરહિંદ, તુર્કસ્તાન, મેસોપોટેમિયા અથવા ઈરાક, ઉત્તર અરબસ્તાન, ઈજીપ્ત, સીપ્રસ, પેલેસ્ટાઈન, સીરીયા, એશીયામાયર, અને પૂર્વ ઈજીઅન પ્રદેશ જીતી લઈને, ગ્રીસદેશના પ્રેસ અને મેકેડેનિયાના ગ્રીક પ્રાંતે પર કબજો કર્યો.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy