SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ વિશ્વ ઈતિહાસની રૂપરેખા તેના નગરે પર સ્તુપ ચણવ્યા અને સ્તંભ છેતરવ્યા. આ વિચારણાને પકડી રાખવા ગૌતમના અષ્ટશિસ્તને સાચવી રાખનારા સંઘે બન્યા, પરંતુ નિત્યનૂતન બની નેમવાળે વિશ્વસંસ્કારને આ એતિહાસિક ગુંજારવ એશિયાના હવામાનમાં ફેલાઈ ગયે તથા જેણે જેણે એને પોતપોતાના એકઠામાં જકડી રાખવાનો પ્રયત્ન કર્યો ત્યાં કેવળ ક્રિયાકાંડેના જડતાભર્યા અભિનયો સિવાય કશું જ રહ્યું નહીં. અંદરના ઉદ્દગવિનાની પ્રસન્નતાનું કરૂણ સ્મિત ગૌતમના બુદ્ધ બનેલા અથવા પ્રબુદ્ધ બનેલા ચહેરાપર, અનંત એવી અનુરાગી સદભાવી નજર પર પથરાતું ત્યારે જેવું દેખાયું હશે તેવું એક સ્મિતજ ગૌતમને દીધેલે વિશ્વ વારસો બન્યું, અને નૂતન ઉત્થાનનું વારસારૂપ બન્યું. આ વારસો કેણે ધારણ કરી રાખ્યું હતું ? આ વારસાને ધારણહાર અશોક સ્તંભ નહતું કે ડુંગરાઓ જેવા ઉન્નત સ્તુપ કે જડસુ એવા ક્રિયાકાંડની ચેતના વિનાની રચના નહતી. આ સંસ્કાર મૂલ્યને ધારણ કરનાર એશિયાને સંધ માનવ હતે. આ સંધને જ શરણે જવાને મંત્ર ગૌતમે ઉચ્ચાર્યો હતે. આ સંઘમાં સૌ સમાન હતું. આ સંધમાં પ્રવેશ કરતાંની સાથે દાસ અદાસ બનતું હતું, અને ઉંચનીચના ભેદભાવ વિલાઈ જતા હતા. આ સંધની વિશ્વવ્યાપી રચનાની હાકલ કરીને ગૌતમે આ હાલના વ્યવહાર માટે માનવ બંધુભાવના સમાજ વ્યવહારની ઉપાસનાને, સવિનયભંગ અને સત્યાગ્રહ હીલચાલ શરૂ કર્યો. પછી સંધ વધતો ચાલ્યો. સંઘને સમુદાય, એકમાંથી અનેકદેશી બન્યો. સંધ જેમ વિશાળ બનતે ગમે તેમ તેમ આખો જન સમુદાય તેમાં ભળતા ગયે. આ સંધ ઈતિહાસને વિમુકિત માગતે માનવ સંધ બને. આ સંઘના વિરાટ રૂપવાળા ગૌતમને સંધ વિશ્વઈતિહાસનું અતિહાસિકરૂપ ધારણ કરવા લાગે, અને વિશ્વ ઈતિહાસનું વિમુકિતનું પ્રકરણ લખવા બેઠે. વિશ્વ ઈતિહાસના ઉદયાચલનું બુદ્ધરૂપ ઈ. સ. પૂ. ને ભારત દેશને આ છ સકે છે. આ સમયમાં જ દુનિયાના બીજા દેશો સાથે સમાંતર રીતે વિશ્વસંસ્કૃતિના નૂતન વળાંકની દિશા દાખવી શકે તે એશિયાની સામાજિક ક્રાંતિને આગેવાન ગૌતમબુદ્ધ હતે. આ સમયે ભારત દેશ પર બ્રાહ્મણ હકૂમતવાળું કુરૂઓનું સંસ્થાન લય પામી ગયું હતું. તથા આર્થિક અને સામાજીક કેન્દ્રો જેવા કેસલ, મગધ, વત્સ અને અવંતિના પ્રદેશ વિકસ્યા હતા. આ બધામાં મગધ અને કોસલની આસપાસ બુદ્ધની હીલચાલ શરૂ થઈ ગઈ. હિમાલયની તળેટીમાં નેપાલની
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy