SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ભારતીય સસ્કૃતિનુ` રેખાચિત્ર ૧૧૩ ઉમેરાયેલા પાડાએ યજ્ઞ-યાગ અને વિધિ વિધાનના ક્રિયાકાંડાના નિયમો, સુચના અને અર્થા આપ્યાં. ત્યાં સુધીમાં આ જીવન કાસલ અને વિદેહ સુધી પહોંચ્યું હતું. ત્યાર પછી ધણા સમય બાદ આરણ્યક અને ઉપનિષદ લખાયાં અને સુત્રા લખાયાં. સુત્રાએ યજ્ઞ-યાગા કરવાના નિયમા અને વિધિ આપ્યા, એ સાહિત્ય સ્ત્રોત સુત્રા હતું. પછી ધર્મસુત્રા થયાં. ધ સુત્રોએ બ્રાહ્મણ હકુમતના હિંદુ કાયદા ધડવાને આરંભ કર્યો અને ગૃહ્ય સુત્રાએ જન્મ, લગ્ન, ઉપનયન મરણ વગેરે જીવન પ્રસ ંગાના ક્રિયા-કાંડાના વિધિએ આપ્યા. ઉપનિષદના સ’સ્કારયુગ ઈ. સ. પૂર્વે એક હજાર વરસથી આર ંભાતા ઉપનિષદના કાળ, ધના જુદા જુદા વહેમા તરફના અસ ંતોષના યુગ ખન્યા અને જીવનના આખરી સત્યનું ચિંતન શરૂ થયું. કવિતામય અને જાદુ જેવા કર્મકાંડા પછી ચિંતન શરૂ થયું. જીવન છેવટે શું છે, શું હાવું જોઈ એ અને શા માટે છે ! વગેરે સવાલા શરૂ થયા. એક અવાજ એવા હતા કે જીવન એક બંધન છે તથા તેમાંથી મુક્તિ કે મેક્ષ એ ધર્મના હેતુ હોવા જોઇએ. ખીજો વિચાર પ્રવાહ એમ કહેતા હતા કે એક વિશ્વવ્યાપી આત્મતત્ત્વ છે તથા માનવમાત્રનેા આત્મા એ તત્ત્વતા અંશ છે, તથા આ તત્ત્વના સંસ્કારના આવિષ્કાર જીવનમાંજ થવા જોઇએ. છાંદોગ્ય ઉપનિષદમાં ઉદાલિક એના દિકરાને પાણીમાં મીઠાના ટુકડા નાખવા કહે છે અને પછી ખીજે દિવસે સવારમાં પાણીના વાસણમાંથી એ ટુકડા પાછે। કાઢી લેવા ક્રમાવે છે. છેકરા તેમ કરી શકતા નથી અને પછી ઉદાલિક તેને પાણી ચાખવાનું કહે છે. ઉદાલિક સમજાવે છે કે નહિ દેખાતું અને નહી અડકાતુ છતાં મીઠું પાણીમય થઇ ગયું છે તેવી રીતે સત્ય અથવા વાસ્તવતા દરેક શરીરમાં વ્યાપેલી છે. અણુ આ સૃષ્ટિનું આખરી તત્ત્વ છે તે સત્ય છે, તે આત્મા છે. તે તું છે. પરન્તુ એ જ છાંદોગ્ય ઉપનિષદમાં પછી એક નવી ાત ઉમેરાઈ, કે આત્મા હરીફરીને શરીરામાં પુનર્જન્મ પામ્યા કરે છે. જેનું જીવન આગલા જન્મમાં પુણ્યશાળી હાય છે તેને જ ઉંચા જન્મ એટલે બ્રાહ્મણુ, ક્ષત્રિય કે વૈશ્યને દેડ મળે છે અને પાબ્લા જન્મમાં પાપ કરનાર કૂતરો, ડુક્કર કે ચંડાળના શિરરમાં જન્મે છે; અને બ્રાહ્મણ પુરુષ તથા શુદ્રીથી જન્મનાર ચંડાળ કહેવાય છે. બ્રાહ્મણ હકુમતના આરંભ આ સાથે આગળ વધતા જમાના બ્રાહ્મણુહુકુમતની ઘટનામાંથી બ્રાહ્મણના હિતની રીતમાં, બ્રાહ્મણના અને બ્રાહ્મણે ગાઠવેલી વ્યવસ્થાની રચનામાં ચિંતન ૧૫
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy