SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિને સીમાસ્તંભ, ભારત વર્ષ ૧૦૯ રાજ્યમાંથી બંધ કર્યું, તથા અષ્ટશિલમ સ્વીકારીને, ધર્મરાજ્ય શરૂ કર્યું. આ નૂતન ધર્મરાજ્ય કોઈ ધર્મના ક્રિયાકાંડનું નહિ પરંતુ નીતિમય જીવનના આઠ સિહતિનું શાસન વહીવટી ધર્મરાજ્ય બન્યું. પિતાના શાસનના અગીઆરમા વરસે અશે કે, પિતાના શાસનચક્ર નીચેના પ્રદેશ પર નીતિના વ્યવહારના લેખો કોતરાવીને સ્થળે સ્થળે સામાજિક સંસ્કારનાં સ્વરૂપ છાઈ દીધાં. ઈસુને જન્મવાને હજુ જ્યારે બસો વરસની વાર હતી ત્યારે, મનુષ્ય મનુષ્ય વચ્ચેના બંધુભાવને નિત્યક્રમ એની આ શાસન ચકની ધુરા પર વ્યાપક બનીને ફરવા માંડે. આ શાસનપ્રદેશ આ શાસનચક્ર નીચે, અથવા અશોકચક્ર નીચે, એક મહાન અને દેશવ્યાપી વિદ્યાપીઠ તથા જનકલ્યાણનું કેંદ્ર બની ગયે. એકેએક ખાતાના અમલદારનું રૂપ લેકશિક્ષણને અનુરૂપ બને તેવું સૌમ્ય અને લોકઅનુરાગ ઘડવાના શિરસ્તાવાળું શરૂ થયું. જાણે વ્યાપક, વિશાળ, અને સર્વોચ્ચ એવી વિશ્વવિદ્યાપીઠ ભારતની ધરતી પર ચણવા માંડી. આ ચણતરના પાયામાં લેકવિરાટ હતો. આ વિશ્વસંસ્કારની અનુપમ ઘટનાના શિખર પર એક સંસ્કારગુરૂ અશોકચક્રને ધારણ કરીને, આ ચક્રને પિતાના વહીવટીતંત્રની ધરી પર પરેવીને, સંચાલન કરતે બેઠે હતે. જગતભરમાં અજોડ અને ઇતિહાસમાં અનન્ય એવો આ પ્રયોગને સંચાલક અને સંવાહક અશોક નામના સમ્રાટનું એક વ્યક્તિરૂપ હતું. પણ એ જ એની ખામી હતી, અથવા ઈતિહાસના અણવિકસીત લેક પરિબળની એ ખામી હતી. જ્યાંસુધી રાષ્ટ્ર અથવા પ્રજાના જીવન વહીવટનું તંત્ર લોકશાહી અને લેાક સંચાલિત તથા, લેકભાનવાળું હોય નહીં ત્યાં સુધી ઉપરથી નવાજવામાં આવેલું સંસ્કારરૂપ સમ્રાટના એકહથ્થુ નિયંત્રણ વડે યંત્રવત ચલ્યા પછી યંત્રવત બંધ પડી જતું હોય છે. આ શાસન ચક્રનું પણ એમજ બન્યું. સંસ્કારના માનવબંધુતાવાળા સ્વરૂપનું આ વહીવટી આલેખન આ ધન્ય ધરતીપર, ચેરાસીહજાર જેટલી બુદ્ધ સંધોની, સેવા સમિતિઓની છાવણીઓ બાંધી શક્યું. ઠેર ઠેર સંસ્કાર લેખે કોતરાવી શક્યું. તથા સિલેન, સીરિયા, ઇજીપ્ત, ગ્રીસ, હિંદેશિયા તથા મધ્યપૂર્વના રણ પ્રદેશ પર આ સંસ્કાર વિસ્તારના પ્રચારકે મોકલી શક્યું તથા એશિયાભરના પ્રદેશ પર ન્યાય સમતા અને માનવ બંધુતાની હવા ફેલાવી શક્યું અને ઈસુને જન્મ પામવાના તથા રેમન જાલીમશાહી સામે ગુલામોના બળવાઓના પુણ્ય પ્રકોપનાં વિઝણ વિંઝી શક્યું. પરંતુ અશોકના મરણ પછી તરત જ, સંસ્કાર વહીવટની આ વિશ્વ વિભાવના, પ્રગતિવિધી એવી બ્રાહ્મણ ઘટનાના બળવા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy