SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ વિશ્વ ઈતિહાસની રૂપરેખા શુદ્ર ચક્રવર્તિનું શાસન શરૂ થઇ ગયું હતું. આ શાસનનું પાટનગર પાટલીપુત્ર હતું. મહાભારતના યુદ્ધ પછીનું આ ભારતનું ઈંદ્રપ્રસ્થ બન્યું હતું તથા ચક્રવતિનું શાસન પાટલીપુત્રમાંથી આખા દેશ પર પહેલીવારની સર્વો'ગી શાસન એકતા રચતું હતુ. નવ માઈલ લાંબા અને એ માઇલ પહેાળા એવા આ મહાન પાટનગરને અને તેના ચક્રવર્તિને દૂરથી જ પ્રણામ કરીતે જગત જીતવા નીકળેલા સિકંદર આ જગત જેવા વિશાળ દેશને જીતવાની હિંમત હારીને પાછા વળવાની તૈયારી કરતા હતા. ચંદ્રગુપ્ત અને ચાણયનું શાસનચક્ર ચંદ્રગુપ્ત ચક્રવતિ હતા પરન્તુ શાસનચક્રનું સર્વાંગી શિસ્ત ચાલુકય અથવા કૌટિલ્યે રચી દીધું હતું. ઇતિહાસના રાજપુર ધરામાં અગ્રણી એવા આ અમાત્યે, ચક્રવર્તિના શાસન માટે અકારણ અને રાજકારણ લખી નાખ્યું હતું. આ નિય ંત્રિત શાસનનું શાસ્ત્ર એણે ચક્રવર્તિના રાજબરોજના જીવન સાથે પણ જોડી દીધું હતું. ચંદ્રગુપ્તના બધા દિવસે તેવુ મિનિટના એક એવા સાળ સમયમાં એણે વહેંચી દીધા હતા. દરેક સમયમાં ચર્તિ નેમિ પર ફરતા ચક્રની જેમ ક્રિયાશિક રહેતા હતા. શાસનના સધળા વ્યવહાર ચાણકયના હાથમાં હતા. આ ચાણકય પાતે બ્રાહ્મણ હતા પણ મહાન સુધારક બનીને બ્રાહ્મણની હકુમતની સંકુચિતતાના પ્રતિકાર કરતા ચંદ્રગુપ્તના શુદ્ર શાસનના સંસ્કાર રચતા હતા. આ મહાન શાસક પાસે શાસનનું અર્થશાસ્ત્ર હતું. આ શાસન શાસ્ત્રનેા વિકાસ, એના અધિકાર નીચે સંપૂર્ણ વિકાસને પામી ચૂકયા. આ શાસનતંત્રનું નિય ંત્રણ લશ્કરી ખાતામાં, મહેસુલી ખાતામાં, આબકારી ખાતામાં, સરહદી ખાતામાં વાહનવ્યવહાર અને ખેતીવાડી તથા નહેર અને ખાણખાતાં ચલાવતું હતું. આ મહારાજ્યનુ શાસનચક્ર વાણિજ્યખાતાની, નૌકાખાતાની, જંગલખાતાની, જાહેર કલ્યાણખાતાની, તથા નાણાંખાતાની, અનેક ક્રિયાના સંચાલનનું સ્વરૂપ ધારણ કરતું હતું. આ બધા શાસનચક્ર નીચે ધરતી પર પગ ગાઠવીને બહુજન શાસનનાં લટકામાં રાપાયલુ પંચાયતશાસન ચાલતું હતું. ૫ંચાયતનાં આ ગ્રામ ટકા ગામેગામની ન્યાય સમતાને કૌટિલ્યે લખ્યા પ્રમાણે સાચવનારાં ન્યાયખાતાં હતાં. આ ન્યાયાધીશી, કસ્બા અને નગરામાં તથા જીલ્લાઓમાં પેાતાની વડવાઇઓ જેવી અદાલતેાનાં રૂપ ધારણ કરતી હતી, અને સર્વોચ્ચ એવી અદાલતો રાજ્યનિયુકત અદાલતા હતી તથા છેવટનુ ન્યાયાસન, ચક્રવર્તિના સિંહાસનની આસપાસ ગોઠવાયલી રાજ્યસમિતિનું હતું.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy