SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ વિAવ ઈતિહાસની રૂપરેખા આ આર્ય જગતને મધ્યપ્રદેશ સરસ્વતીથી ગંગા સુધીને હતે. ઉત્તરમાં સરસ્વતીથી ગંગા સુધીને પ્રદેશને વિસ્તાર મધ્યપ્રદેશ ગણાતું હતું. કુરૂઓ અને પાંચાલોએ કુરુક્ષેત્ર પર બ્રાહ્મણ હકુમતવાળું રાજ્ય જમાવ્યું હતું. ગંડકને પૂર્વ પ્રદેશ વિદેહોએ સર કર્યો હતે. અથર્વ વેદમાં ગવાયેલી એક પ્રશસ્તિ પરિક્ષીત રાજાને માટે લખાઈ હતી. પરિક્ષિતના દિકરા જન્મે જે પણ ઘણા વિજ્યો કર્યા હતા. પણ યુદ્ધો નીચે ખૂવાર થતી કુરૂક્ષેત્રની ધરતી પર હસ્તિનાપુરની જાહોજલાલી મહાભારતના સમય પછી પરવારી જવા માંડી હતી. પાંચાલના રાજાઓએ પણ યુદ્ધ કર્યા હતાં. વિજે તેમને પણ વર્યા હતા, પરંતુ એમની પ્રશસ્તિ યુદ્ધની યશગાથાને બદલે પ્રવાહણ, આરૂણી અને વેતકેતુ જેવાં ચિંતક અને પુરોહિતેનાં નામથી થઈ હતી. પછી બ્રાહ્મણની વિદ્યાનું ધામ પાંચાલ પ્રદેશને બદલે વિદેહ બનતે હતું અને ત્યાં જનકના દરબારમાં યાજ્ઞવલયની આણ ગાજી ઊઠી હતી, પણ હિમાલયની તળેટીમાંથી શાના જનપદમાંથી આવી પહોંચનાર એક સિદ્ધાર્થ અથવા ગૌતમના જન્મ પહેલાં જ વિદહનું નામ અસ્ત પામતું હતું, તથા વજછ લોકેનું નામ મેખરે આવતું હતું. વજનું રાજ્ય આ વજજી લેકનું યશસ્વી રાજ્ય લિચ્છવીઓ અને જ્ઞાત્રિનું હતું. આ બને નામવાળા લેકે વજઈઓ જ હતા. એમનું પાટનગર, આજના મુજફરપુર જીલ્લામાં વૈશાલી નામનું હતું. આ લેકેને સંબંધ ઠેઠ તિબેટ સુધી એટલે ત્યારના શાકય લાકે સુધી હતો. ત્યારના બ્રાહ્મણે આ લિચ્છવીઓને નીચી જાતના ક્ષત્રિય કહેતા. આ વો અથવા નીચી જાતના ક્ષત્રિયો આર્યો હેવાને પૂરા વેદમાંથી મળી રહે છે. આ આર્યોના જીવનવહીવટમાં હજી રાજાની સંસ્થાને આવવા દેવામાં નહતી આવી. આ વજઓનું વૈરાજ્ય, પિતાની અંદરથી લેક સંસદ ચૂંટીને વહીવટ ચલાવતું. આવાં નાનાં મોટાં વૈરા ત્યારે આર્યોની ધરતી પર હતાં. મëનું, શાતું, ભરતેનું, તથા મૌનું અને યૌધેઓનું પણ વૈરાજ્ય હતું. વૈરાના ટાપુઓની આસપાસ રાજાઓનાં રાજ્ય પણ આ વૈરાના ટાપુઓની આસપાસ હવે રાજાઓનાં સિંહાસને ઘૂધવવા માંડયાં હતાં. આવાં રાજાઓનાં રાજ્યમાં ચાર રાજ્ય વધારે તાકાતવાળાં બની ચૂક્યાં હતાં તથા ગમે ત્યારે, આ વૈરાજ્યોને ગળી જવા માટે આ રજવાડાઓ સંપી રહ્યાં હતાં. આ ચાર રજવાડી પ્રદેશે, અવન્તી, વત્સ,
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy