SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીન વસ્તી ખૂબ વધી ગઈ, રાજ્યના ભંડારે ઉભરાયા. વિદ્યાને વ્યસંગ વિકાસ પામે. કવિઓ, ચિત્રકાર અને ચિંતકે ચીની ધરતી પર ખીલી ઊઠ્યાં. ત્યારના ચીની પાટનગરના પુસ્તકાલયમાં, અનેક પ્રાચીન ગ્રંથ ચિંતન પર હતા, કવિતાનાં ૧૩૧૮ પુસ્તક હતાં, ગણિતશાસ્ત્ર પરનાં ૨૫૬૮ પુસ્તકે હતાં, વૈદક શાસ્ત્ર પર ૮૬૮ ગ્રન્થ હતા, અને યુદ્ધ શાસ્ત્રપર ૭૯૦ પુસ્તકે હતાં. યુ-ટીના મરણ પછી એંશી વરસ પછી પાછો ચીની લેકમાં સર્વોત્તમ નાગરિક હવાનું પ્રમાણ પામેલે, ચાંગ-વાંગ, નામને સુધારક શહેનશાહ આવી પહોંચે. આ શહેનશાહ સાધારણ માનવી જેવું સાદું જીવન જીવતો હતો તથા પિતાના રાષ્ટ્રની વહીવટી જિંદગીને વિકાસ કરતા બધે સમય અભ્યાસમાં વિતાવતે હતે. આ મહાનુભાવ શહેનશાહ ચીનના વહીવટમાં ચાલતી ગુલામીની પ્રથાથી કંપી ઊઠ્યો. એણે પિતાના શાસનના આરંભમાં જ ગુલામીની પ્રથાને નાબુદ કરતે કાનૂન ઘ. ગુલામીની પ્રથાને નાબુદ કરવાના કાનૂન સાથે જ ગુલામીને જન્માવતી, ખાનગી જમીનદારીની પ્રથાને એણે નાશ કર્યો તથા ગરીબ ખેડૂતો અને ખેત-મજુરને જમીને વહેંચી આપી. એણે જમીનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. એણે મીઠા પર, લેખંડ પર અંકુશ મૂકીને તેના પરની નફાખોરીને નાબુદ કરી. એણે વ્યાજવટાના ધંધા માટે લાયસેન્સ લેવાની પ્રથા ચાલુ કરી, અને ખેતીની તમામ પેદાશના ભાવને ખેડૂતોના હિત માટે નક્કી કર્યા. આ પેદાશને સરકારે ખરીદ કરીને મુશ્કેલીના સમય માટે ખેડૂતોને મફત વહેંચવા ખાસ ભંડાર ચાલુ કર્યા. આ વહીવટતંત્રમાં ખેડૂતોને વગર વ્યાજે નાણાં ધીરનારી સરકારી બેંકે શરુ કરવામાં આવી. આ શાસનમાં પ્રજાએ ચીનના વહીવટને સહકારી તથા સહચાર એકતાને શાહી કાનુન ઘડ્યો. આ રાજવહીવટનું સંસ્કરી અર્થકારણનું રૂપ યેજના બદ્ધ અર્થ વ્યવસ્થાનું બનાવાયું. ત્યારે જનાને અને ન્યાય સમતાના જીવન વહીવટનો જેને ખપ નહોતો, તેવાં તત્ત્વોએ માથું ઉંચયું. બળવાઓ શરુ થયા. ઉત્તર તરફથી પણ આક્રમણ આવી પહોંચ્યાં. અંદર અને બહારના આક્રમણ નીચે ભરાઈ પડીને આ સંસ્કૃતિની પહેલી શાસનવ્યવસ્થા હચમચી ઊડી. જીવનસંસ્કારની ઊમ જે, ચાંગ-વાંગ, કેદ પકડાયો અને શિરચ્છેદ પામ્યો. પાછો હતો તે અંધકાર ચીની ધરતી પર ફરી વળવા લાગ્યો. સંસ્કૃતિનું સૌંદર્ય રૂપ ત્યાર પછી તથાગતના નામને સંભારતી ચીન દેશની પહેલી ચિત્રલેખા, શહેનશાહ શુનની બેન, લી હતી. લીની ચિત્રશાળાએ રેશમના પડદાઓ પર, અનેક ચિત્ર આલેખી નાખ્યાં. ચીનની ચિત્રલેખા દીકરીએ ચીનનું રૂપ ચિત
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy