SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જ માહિતી આપતું એક સ્વતંત્ર પુસ્તક રચી આપવાનું સોસાઈટીએ તેની ફેસેટનું જીવનચરિત્ર અને જીવનને આદર્શ (લેકી કૃત Map of life અનુવાદ ) ના લેખક રા. જીવાભાઈ રેવાભાઈ પટેલને આપ્યું હતું અને તે પુસ્તક એમની અન્ય કૃતિઓની પેઠે સુવાચ્ય અને લોકપ્રિય નીવડયું હતું. ઉદારમતવાદ અને સંરક્ષણવાદ એ પુસ્તકો હમ યુનિવર્સિટી ગ્રંથમાળાના ગ્રંથે Conservatism હયુ સેસિલકૃત અને Liberelism હેબહાઈસતના તરજુમા છે. મૂળ ગ્રંથે ઉત્તમ કોટિના ગણાયા છે અને તેને અનુવાદ પણ એટલો જ સરસ થયું છે, જે માટે આપણે શ્રીયુત ચંપકલાલ લાલભાઈ મહેતાને આભારી છીએ. એ ગ્રંથમાળામાં લક્ષ્મી કૃત Communism સમાજવાદ અને બાર્બસ કૃત Facism એ બે મહત્વના ગ્રંથે પ્રસિદ્ધ થયા છે; તેને ગુજરાતીમાં અનુવાદ થઈ જાય તે હાલ પ્રવર્તતા રાજદ્વારી વિચાર વિષે જનતાને પુષ્કળ જાણવાનું મળી આવે. નવી કેળવણુના આરંભમાં ઇતિહાસ વિષયમાં પ્રાચીન દેશો જેવા કે ઈજીપ્ત, ઈરાન, ગ્રીસ, રામ વગેરેનું તેમ જગતના ઇતિહાસનું પ્રાથમિક જ્ઞાન અપાતું હતું; લાંબા સમયથી તે પ્રથા બંધ પડેલી છે. અગાઉ કેલેજના પ્રિવિયસના વર્ગમાં ગ્રીસ અને રેમને ઈતિહાસ વારાફરતી શીખવાતું હતું તે વિષય પણ તેમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. યુરોપીય સંસ્કૃતિપર ગ્રીસ અને રેમના ઇતિહાસે ભારે અસર કરી છે. એ સંસ્કૃતિને પાયો જ ગ્રીક અને રેમન જીવન અને ઇતિહાસ પર રચાય છે, એટલું જ નહિ પણ પ્રાચીન સમયમાં એ બે દેશોએ સાહિત્ય, ઇતિહાસ, તત્વજ્ઞાન, કળા, સ્થાપત્ય, કાયદા, રાજકારણ વગેરે વિષયોમાં પુષ્કળ પ્રગતિ કરી હતી, અને એક નાના શહેરમાંથી હેટા રાજ્ય સ્થાપવા તેઓ શક્તિમાન થયા હતા, તે કારણે તેમજ એ યુગની સુધરેલી પ્રજા તરીકે પણ એ દેશને ઇતિહાસ જાણવા વિચારવા જેવો છે. ' અગાઉ રા. સા. મહીપતરામે ગ્રીસને ઈતિહાસ લખ્યા હતા. પણ તે બહુ જુને હતું અને તેમાં દોષો પણ ઘણું હતા. ગ્રીસ અને રેમ વિષે નવેસર પુસ્તક લખાવાં જોઈએ, એમ કમિટીને ઘણીવાર થયા કરતું હતું. તે પરથી સ્કબર્ગ રચિત રામને ઇતિહાસ અને પ્રો. બરી રચિત ગ્રીસને ઇતિહાસ, જે પુસ્તક પ્રિવિયસના વર્ગમાં વંચાતાં હતાં તેના ગુજરાતી અનુવાદ કરી આપવા શ્રીયુત આત્મારામ મોતીરામ દીવાનજીને જણાવવામાં
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy