SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ એમણે ગુજરાતી સાહિત્યની કિંમતી સેવા કરી હતી અને “વસન્ત”માં વખતોવખત લેખો લખીને “વસન્ત'નું ગૌરવ વધાર્યું હતું, એમ એ પત્રના વિદ્વાન તંત્રી પણ કબૂલ કરશે. સરસ્વતીચન્દ્રની સમાલોચના જે કમનસીબે અધુરી રહેવા પામી છે અને બેન્જામીન કિડના Social Evolution સામાજીક ઉત્ક્રાન્તિ–એ પુસ્તકોને સારાંશ એ એમના મહત્વના લેખો છે; અને એમના પ્રકીર્ણ લેખોને તો બહુ મોટો સંગ્રહ થવા જાય, જે એક સ્વતંત્ર પુસ્તકરૂપે સંગ્રહાવાની અને છપાવાની જરૂર છે. પ્રાચીન યુગમાં આપણે અહિં રાજવ્યવસ્થા કેવી રીતે થતી હતી એ વિષે વિદ્વત્તાભર્યો નિબંધ સ્વર્ગસ્થ, ઈગ્રેજીમાં લખ્યો હતો અને એ કેટીનું લખાણ અમારા જાણવા પ્રમાણે એમનું જ પ્રથમ હતું. લોકમાન્ય ટિળકના “ગીતા રહસ્યને તરજુમો ઉત્તમલાલભાઈએ કરેલો છે, એ રીતે એ પુસ્તક સાથે એમનું નામ યાદગાર રહેશે, એ આનંદને બનાવ છે. સેસાઇટીને એમણે પાછલી અવસ્થામાં ત્રણ પુસ્તકો લખી આપ્યાં હતાં. હિન્દના હાકેમ ગ્રન્થમાળામાંનું અકબરનું ચરિત્ર અને રમેશચન્દ્રને ‘હિન્દને આર્થિક ઇતિહાસ;” અને તે ઉત્તમ પુસ્તકે છે અને ઉત્તમલાલની - કૃતિઓ તરીકે તે વિશેષ આયોગ્ય છે. ” સ્વર્ગસ્થ આપણે વિદ્વાન વર્ગમાં બહુ માનભર્યું અને ઉંચું સ્થાન ભેગવા હતા પણ એમને શાંત અને એકમાર્ગી સ્વભાવ એમને પાછળ ખેંચી રાખતું હતું અને પછીથી વેપાર ધંધામાં ગુંચવાઈ ગયા ન હતા તે જે પ્રકારની સંગીન સેવા આપણે એમની પાસેથી, મેળવી શકત તેમાંથી આપણું સાહિત્ય વંચિત રહ્યું છે, તેમ છતાં જે કાંઈ તેઓ આપવાને શક્તિમાન થયા છે, તે માટે ગુજરાતી જનતા એમની આભારી છે. રામાયણ મહાભારતનું વાચન ઈગ્રેજી શિક્ષિત વર્ગમાંથી ગયા સૈકાના ઉત્તરાર્ધથી ઓછુ થઈ ગયેલું છે અને તેને પદ્ધતિસર અને ઐતિહાસીક ધરણે અભ્યાસ તે બહુ થોડાક જ કરતા માલુમ પડશે. આ સ્થિતિ અગાઉ બહુ ગંભીર હતી. પણ સન ૧૯૦૪-૦૫ માં ૨. બા. ચિન્તામણ વિનાયક વે, આપ એ સર્વશ્રેષ્ઠ અને પવિત્ર પુસ્તકે, રામાયણ અને મહાભારતને બારીકાઈથી અને ચોક્કસાઈથી અભ્યાસ કરી, એ અભ્યાસનું પરિણામ The Riddle of the Ramayana ( 219414941 2874 ) Mahabharata-a Criticism
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy