SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ હતું. એ પુસ્તક બહાર પડે તે પૂર્વે એમનું મૃત્યુ થયું હતું, તે બનાવ ખરેખર શેચનીય હતા. પ્રસ્તુત પુસ્તક સન ૧૯૦૧ને સેન્સસ રીપેર્ટમાં સંગ્રહાયેલી માહિતીના આધારે લખાયું હતું; તે બહાર પડયું તે પછી હિન્દી રાજતંત્રમાં બહોળા ફેરફાર થયેલા હતા અને તેમાં આપેલા આંકડાઓ પણ નકામા થઈ પડયા હતા. પછી તે યુરોપમાં મહાન યુદ્ધ ફાટી નિકળવાથી હિન્દમાં પણ જબરુ પરિવર્તન થયા પામ્યું છે, એટલે હાલના ઉપયોગ માટે સદરહુ પુસ્તકનું મૂલ્ય બહુ ઓછું થઈ ગયેલું છે; અને ચાલુ સંજોગોમાં હિન્દી રાજવહિવટનું નવું પુસ્તક લખાવવા હજી કેટલોક સમય થંભવું પડશે, કેમકે હિન્દના સમગ્ર રાજતંત્ર વિષે વાદવિવાદ અને વાટાઘાટ થઇને, તેના બંધારણની રૂપરેખા નવેસર વિચારાઈ રહી છે. ગુજરાત અને કાઠીઆવાડ ગેઝટીઅરને સાર કવિ નર્મદાશંકરે ઉપજાવી કાઢયો હત; આ હિન્દ સામ્રાજ્યના બીજા ત્રણ ભાગનાં તરજુમા થવા પામ્યા હતા તે તે ગુજરાતી વાચકને બહુ મહત્વની તેમ ઉપયોગી માહિતી પુરી પાડત. હિન્દને આર્થિક પ્રશ્ન એ છે મુંઝવણભર્યો નથી. હિન્દની આર્થિક સ્થિતિ દિન પ્રતિદિન વધારે ને વધારે ગૂંચવાતી જાય છે અને પ્રજા તેથી ચિન્તાતુર રહે છે. આ સ્થિતિ આજે નવી નથી. ગયા સૈકામાં હિન્દની ગરીબાઈ આપણા દેશનેતાઓનું તેમ સરકારનું ધ્યાન ખેંચી રહી હતી; અને દાદાભાઈની તે માટેની લડત - પાયસર અને ખરી હતી એ વિષે હવે ભાગ્યેજ બે મત સંભવે. તે વખતે હિન્દની આર્થિક સ્થિતિને સવિસ્તર અને વિગતવાર ખ્યાલ આપવા સ્વર્ગસ્થ રમેશચન્દ્ર દા–જેઓ સિવિલયન હતા અને કમિશનરના ઉંચા હે ! સુધી પહોંચ્યા હતા—સન ૧૫૭ થી ૧૯૦૦ સુધીને પ્રમાણભૂત ઈતિહાસ એ પુસ્તકમાં લખ્યો હતો અને તે પુસ્તકોને બહોળો પ્રચાર થયો હતો એટલું જ નહિ પણ હિન્દ વિષેનાં સર્વમાન્ય પુસ્તકમાં તેની ગણના થઈ હતી. આવા ઉત્તમ પુસ્તકનો ગુજરાતી માં તરજુમ કરાવીને સેસાઇટીએ પ્રજાની સરસ સેવા કરી છે, અને તેના અનુવાદક પણ મૂળ લેખકના જેવા એક સંસ્કારી વિદ્વાન હતા. ગુજરાતી વાચકને રવર્ગસ્થ ઉત્તમલાલને પરિચય કરાવે પડે તેમ નથી. “સમાલોચક'ના તંત્રી તરીકે વર્ષો સુધી
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy