SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ વીસમી સદીની પહેલી પચીસીને ઈગ્રેજી સાહિત્યને ઇતિહાસ આલેખનાર મી. એ. સી. વોર્ડ એ જમાનાને પ્રશ્નયુગ ( Age of interrogation) કહે છે. કારણ કે નવીન લેખકે પરાપૂર્વનું જે કાંઈ જણાવવા-મનાવવામાં આવે તે શ્રદ્ધાયુક્ત સ્વીકારતા નથી અને તેને શંકાની દૃષ્ટિએ, વિરુદ્ધતાની રીતે જુએ તપાસે છે; અને નવા જુનાના દષ્ટિબિન્દુમાં, વિચારમાં અને ભાવનામાં પણ અત્યારે મહેસું અંતર પડી ગયેલું દેખાય છે. એ સ્થિતિ આપણે અહીં પણ અનુભવવામાં આવે છે, ત્યાં જેમ ટેનીસન રસ્કીન વંચાતા ભૂલાઈ ગયા છે, તેમ અહિં દલપત નર્મદનું વાચન કમી થયું છે, પણ સાહિત્યના પ્રકારમાં નવીનતા અને વિવિધતાની સાથે વિકાસ થયલે નજરે પડે છે; એ એમાં ખુશી થવા જેવું ચિહ્ન છે. " | ગુજરાતી લખાણ પર અગાઉ સંસ્કૃત સાહિત્ય અને સંસ્કૃતિની છાપ પડતી હતી અને તેનાં રણ પર આપણાં કાવ્ય નાટક લખાતાં હતાં. હવે તે સ્થિતિ પલટાઈ ગઈ છે. પ્રાચીન છંદ રચના અને અલંકાર શાસ્ત્રને અભ્યાસ કરનાર જૂજ મનુષ્ય નીકળશે. ઘણા લેખકો વિદેશી ધારણ અને આદર્શ ગ્રહણ કરી, તેને અનુસરતું ગુજરાતી સાહિત્ય, આપણી સમાજ સ્થિતિને બંધબેસતું કે અનુકૂળ હોય કે ન હોય એ સર્વે જાય છે અને કહેવું જોઈએ કે તે જનતામાં વંચાય છે પણ બહેળું. પણ સમાજ પર એ નવા લખાણની શી અસર થાય છે એને નિર્ણય કરવ હાલ તુરત શક્ય નથી. નવા લેખકે જુનાં બંધને તેડવા ઈચ્છે છે, નવીન ભૂમિકા તૈયાર કરવા તત્પર બન્યા છે અને તે પાછળ ભાવનાથી અને શ્રદ્ધાપૂર્વક મચ્યા રહ્યા છે. શ્રીયુત મુનશીના આદર્શો આપણને વખતે નહિ આકર્ષે; પણ એમને “નરસિહ મહેતે ભક્ત હરિને ” ચરિત્ર પુસ્તક વાંચવાને કણ નહિ ખેંચાય? વેદયુગનું એમનું “અવિભક્ત આત્મા ” ગુજરાતી સાહિત્યમાં એક અમર કૃતિ છે, કદાચ કઈકને એમનું અરૂતિનું પાત્રનિરૂપણ પસંદ ન પણ પડે ! શ્રીયુત બહુ ઉમરવાડિયાનાં નાટક, શ્રીયુત ધુમકેતુની ટૂંકી વાર્તાઓ, શ્રીયુત નરસિંહરાવની વિવર્ત લીલા, શ્રીયુત રામનારાયણની દ્વિરેફની વાતે અને વૈર વિહાર, શ્રીયુત વિનાયકનું નંદશંકર ચરિત્ર, મેધાણીની રસધારે, શ્રીયુત ન્હાનાલાલનાં નાટક-નૂરજહાન અને શાહનશાહ અકબર તેમ દલપતરામની કાવ્ય દીક્ષા; રે. વિશ્વનાથનું વીર નર્મદનું ચરિત્ર, કાકાસાહેબ કાલેલકરનાં પુસ્તકો, શ્રીયુત મહાદેવભાઈની કૃતિઓ અને મહાત્માજીની આત્મકથા અને તેમનું “હિન્દ સ્વરાજ્ય” એ નામનું પુસ્તક; શ્રીયુત ઈદુલાલનું
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy