SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ - ગયા સૈકામાં બ્રાહ્મસમાજ, આર્યસમાજ, થીઓસેફ, શ્રી શ્રેયસાધક અધિકારી વર્ગ વગેરે સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા હતા પણ આ નવા યુગમાં એ કઈ નવો સંપ્રદાય સ્થાપિત થયેલ જાણવામાં નથી, પરંતુ એવી બે પ્રભાવશાળી અને પ્રતાપી વિભૂતિઓ મોખરે આવેલી છે, જેઓ એમની તેજસ્વી પ્રભા અને ઉત્કૃષ્ટ સેવા કાર્યથી વિશ્વવંદ્ય થઈ પડ્યા છે અને સે કોઈ એમને પૂજ્ય માની, એમના ચરણે નમે છે. એઓએ આપણને આ ધર્મ કે તે ધર્મને આદેશ આપ્યો નથી, પરંતુ ઈશ્વરના અસ્તિત્વમાં છાપ બેસાડી, સને-મનુષ્ય માત્રને-સમાન ગણવા અને ભાઈ તરીકે સમજવા ઉપદેશ કરે જાય છે અને સર્વત્ર સુલેહ શાન્તિ પ્રસરે એવા પ્રયાસમાં તેઓ મચ્યા રહ્યા છે, અને વિશેષમાં મનુષ્યમાં રહેલું મનુષ્યત્વ પિછાની, તેને કેળવવા, તેને ઈશ્વર સ્વરૂપે પૂજા કરવાને. મનુષ્ય ધર્મ એઓએ આપણને શિખવ્યો છે. એ બે મહાન વિભૂતિઓ બીજી કઈ નહિ પણ કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીજી છે. આધુનિક સંસ્કૃતિમાં એમણે આપેલો ફાળો આગળના કોઇ પણ. ધર્માચાર્યથી ઓછો કિમતી માલુમ પડશે નહિ. ગાંધીજીનું પ્રિય ગીત “વૈષ્ણવ જન તે એને કહીએ જે પિડ પરાઈ જાણે રે” એનું પૃથક્કરણ કરીશું તો નીતિ અને ધર્મના સઘળા ઉત્તમ તને તેમાં સમાવેશ થયેલું જોવાય છે અને તે પ્રમાણે મનુષ્ય જીવન ઘટાવવામાં આવે, તે પ્રમાણે વર્તન કરવામાં આવે, તે મનુષ્ય જીવનનું, સાર્થક્ય થાય અને પ્રભુને આ જીવનમાંજ સાક્ષાત્કાર થાય એમ નિઃસંદેહ કહી શકાય. પરમાત્મા જેમ અખિલ બ્રહ્માંડમાં વસેલે છે તેમ તેને વાસ પ્રત્યેક મનુજ હૃદયમાં છે, અને એ સંબંધમાં ગીતા વિષે પ્રવચન કરતાં પ્રિન્સિપાલ આનંદશંકરભાઈએ જે વિચારો વ્યક્ત કર્યા છે, તેમાંથી એક મહત્વનો ફકરે મનનીય હાઈ અહિં ઉતારીએ છીએ. જનસમાજ મનુષ્ય જાણે છે કે એ પિતે રચે છે. પણ વસ્તુતઃજેટલે અંશ મનુષ્ય સંસ્કૃતિ પ્રભુના મહાન ઉદ્દેશને સફળ કરે છે, એટલે અંશે એ પ્રભુની જ કૃતિ છે."* તાત્પર્ય કે મનુષ્ય સેવા એ આ યુગનું મુખ્ય લક્ષણ છે અને સાર્વજનિક સંસ્થાઓ એજ આ નવયુગનાં મંદિર છે, એ સહજ લક્ષમાં આવશે. *વસન્ત જેઠ સં. ૧૯૯૦, પૃ. ૧૭૧
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy