SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ -તરફથી એમને બહિષ્કાર કરવામાં આવ્યો ત્યારે ભોળાનાથભાઈ જ એમની કુમકે ઉભા રહ્યા હતા; અને એ વખતથી જ મહીપતરામના કુટુંબમાં પિતાના ઘરની એક છોકરી જાય એવી ઈચ્છા ભેળાનાથભાઈ સેવતા; અને યોગ્ય પ્રસંગ આવી મળતાં, જો કે એમના મૃત્યુ બાદ, રમણભાઈનું સગપણ વિદ્યાબહેન સાથે કરી, એ બે કુટુંબનો સંબંધ સુવર્ણની સાંકળથી સંધાયો હતો. | વિદ્યાબહેનના પિતા ગેપીલાલભાઈ નોકરીના અંગે બહારગામ રહેતા તેથી એમનું ઘણુંખરું રહેવાનું મોસાળમાં થતું. એટલે ત્યાં હાનપણમાં કુમારિકાઓ ગારીપૂજન, સાવિત્રી વ્રત, વગેરે કોમારાવસ્થામાં તે આદરે છે, એવું એમણે કાંઈ કરેલું નહિ. કેઈ પ્રસંગે શ્રાવણ કે અધિક માસમાં મામીઓ સાથે નદીએ સ્નાન કરવા જતાં; એ સિવાય બીજી કોઈ અસર જુના વ્રત વિધિની કે વિચારની એમના પર થઈ નહતી. | ગુજરાતી છ ચોપડીઓને અભ્યાસ કન્યાશાળામાં તેઓ પૂરે કરે તેમાં નવાઈ ભર્યું કાંઈ નહતું, સુધારક કુટુંબની એક બાળા માટે એટલે અભ્યાસ આવશ્યક મનાય; પણ આપણે આશ્ચર્ય પામવા જેવું તો એ હતું કે તે સમયે કઈ હિંદુ બાળા ઈગ્રેજીને અભ્યાસ કરવાને હાઈસ્કુલમાં ભાગ્યેજ જતી હતી, તે સંજોગમાં લેડી વિદ્યાન્વેને મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજના અંગે ચાલતી એ વર્નાક્યુલર હાઇસ્કુલમાં જવાની હિંમત કરી હતી. બહેનપણમાં બે ત્રણ પારસી બાળાઓ હતી અને તેમને ઈગ્રેજી સિવાયના અન્ય વિષયોનું શિક્ષણ વિમેન ટ્રેનિંગ લેજના શિક્ષકો આપતા; લેડી સુપરીન્ટેન્ડન્ટ મીસીસ મેકાફી હતાં, તેઓ ઈગ્રેજી શિખવતાં હતાં. આ પ્રમાણે પાંચમા ધોરણમાં તેઓ પહોચ્યાં ત્યાં એમનું લગ્ન સન ૧૮૮૯ માં રમણભાઈ સાથે થયું; પણ આગળ જણાવ્યા પ્રમાણે બન્ને કુટુંબ સુધારક વિચારનાં, સંસ્કારી અને સુશિક્ષિત એટલે વિદ્યાબહેનના આગળ અભ્યાસમાં વિશ્વ નડયું નહોતું; અને તેમાં રમણભાઈની પુરી મદદ હતી; તેમ છતાં એમનું કુટુંબ સંયુક્ત હાઈ કેટલુંક ઘરકામ કરવાનું ફરજીયાત માથે આવી પડતું; અને કેટલીક વાર તે બોજા રૂપ થઈ પડતું હતું. તેથી અભ્યાસમાં વિક્ષેપ પડતો અને કોઈક કોઈક વાર અકળાઈને વચમાંથી અભ્યાસ મૂકી દેવાનું તેઓ મન કરતાં તે કસોટીના પ્રસંગે હતા, છતાં એ અડચણે અને મુંઝવણે વટાવીને સને ૧૮૯૧ માં વિદ્યાબહેને મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી. ગુજરાત માટે તે એક ઉજજવળ દિવસ હતે. સર્વત્ર એથી આનંદ પ્રસરી રહ્યો હતે.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy