SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ સ્વજને છે તેમ તે ધારી અસર ઉપળવી શકે છે. થોડાક સમય પર “ સ્વ સ્થ સર રમણભાઇ'' એ નામનું પુસ્તક એમનાં તરફથી પ્રકટ થયું, તેમાં લેડી વિદ્યાખ્તુને • જીવન વિધાયક' નામક ઉત્કટ લાગણીને વ્યકત કરતા એક હૃદયસ્પર્શી લેખ લખ્યા છે; તે તેમનાં ગદ્ય લખાણને ઉત્કૃષ્ટ નમુને લેખી શકાય; અને એ પુસ્તકની પહેાંચ સ્વીકારતાં એક પત્ર પ્રિન્સિપાલ ધ્રુવે એ લેખ પરત્વે લખ્યા હતા, તે જે કે ખાનગી પત્ર છે, તેમ છતાં અમારા મુદ્દાના સમર્થનમાં તે અહિં આપવા અમને ઉચિત જણાય છેઃ— મુંબાઇ તા. ૨ જુલાઈ ૧૯૩૪ નિર્મળજ્યેાતિ વિદ્યાજ્જૈન, તમે આપેલા પુસ્તકનાંથી “ જીવન વિધાયક ” લેખ વાંચે. સ્વર્ગીસ્થ મહિષ રાનડેનાં પત્નીએ લખેલાં પતિનાં સ’સ્મરણેા યાદ આવ્યાં. એજ શૈલી. કહેવાની જરૂર નથી કે ભીનાં ક્ષેત્રેજ હું એ લેખ વાંચી શક્યા. વધુ શું લખું? લી. આનદશંકરના શુભચિન્તન્ ,, માખાઇ રાનડે રચિત “ અમારાં જીવનની યાદગીરીએ ’એ પુસ્તકની પેઠે લેડી વિદ્યામ્હેન એમનાં જીવન સ્મરણે સંગ્રહે તે તે કૃતિ ગુજરાતી સાહિત્યમાં બહુ મૂલ્યવાન થઇ પડે. આધુનિક સ્ત્રીઓ માટે જીવન વિકાસના માર્ગ ખુલ્લો મુકનાર અને સ્ત્રી જીવનમાં પ્રગતિ સાધનાર સ્ત્રી લેડી વિદ્યાવ્હેન પ્રથમ છે; એ કારણે એમનું નામ આપણા પ્રાંતના ઇતિહાસમાં ચિરસ્મરણીય રહેશે. છેલી પાણી સદીથી ભેાળાનાથ સારાભાઇનું કુટુંબ ગુજરાતમાં એક સુધારક કુટુંબ તરીકે અગ્રસ્થાન ભોગવે છે. અને ગળથુથીમાંથી એ કુટુંબના સુસંસ્કાર પામીને અને એ વાતાવરણમાં ઉછરીને લેડી વિદ્યાČન મેાસાળ તેમ શ્વસુર કુટુબના નામને દીપાવ્યુ` છે. એક પક્ષે તે ભાળાનાથભાઈનાં દોહિત્રી થાય અને બીજા પક્ષે મહીપતરામનાં પુત્રવધુ થાય. ભેાળાનાથભાઇને સ્વસ્થ મહીપતરામ સાથે સારે! ભાઇચારા અને સ્નેટ જામ્યા હતા અને મહીપતરામ વિલાયતથી પાછા ફર્યાં બાદ જ્ઞાતિ
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy