SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ એ સૂત્ર હમેશ લક્ષ્ય તરીકે ગણ્યું છે; અને એથી જ આપનાં ભાવાત્રે હમેશ મૂળ કવિના રસમાં રતિભર પણ ક્ષતિ થયા વગર–જાણે નવા લખાયેલા મૂળ ગ્રંથ જ હોય નહિ એવા, સરળ, શુદ્ધ અને રસ ભરેલાં થાય છે. આપે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં કરેલાં મુદ્રારાક્ષસ, હર્ષ અને ભાસ કરિનાં નાટક, અમરુશતક અને ગીતગોવિંદ એ બધાં ભાષાન્તર કરવાની આપની નૈસર્ગિક ઉત્તમ પ્રકારની શક્તિના જાગતા દાખલા છે. ગુજરાતીમાં ગીતગોવિંદનાં ઘણાં ભાષાન્તરે છે પણ તેમાંથી કોઈ પણ આપના ભાષાન્તરને પડછે પણ ચિંઢવી શકાય નહિ એવું આપનું ગીતગેવિંદનું ભાવાત્ર એકલુંજ આપના કીર્તિસ્થંભરૂપે પૂરતું છે. માત્ર એકજ પ્રત ઉપસ્થિત થયા છતાં ભાલણની કાદંબરી જેવા વિકટ ગ્રન્થને આપે સારોદ્ધાર કર્યો છે. એ પુસ્તકની વિકતા ભરેલી ટીકા આપનું ભાષા અને વ્યાકરણશાસ્ત્રના ક્ષેત્રનું વિશાળ જ્ઞાન પ્રદર્શિત કરે છે. ખરેખાત, જુની ગુજરાતીની આપે કરેલી સેવા અમૂલ્ય છે. વિવેચક બુદ્ધિએ લખાયેલી હર્ષ અને ભાસના નાટકની પ્રસ્તાવનાર, પદ્યરચનાના પ્રકાર સંબંધે લખાયેલ નિબંધ, વિશાખદત્ત, હર્ષ અને જ્યદેવના સમય પર લખાયેલા લેખો અને સંસ્કૃત નાટકસાહિત્યની પ્રાચીનતા સંબંધે લખાયેલા વિષયો આપના વિરતીર્ણ વાચન અને સચોટ વિવેચકતાનાં તાદશ દષ્ટા છે. ગુજરાત વર્નાકયુલર સોસાયટી સાથે આપને સંબંધ ઘણા લાંબા સમયને છે. આપના સ્વર્ગસ્થ બંધુ હરિલાલ ભૂવને પગલે પગલે ચાલી આ પણ જુના વખતથી સોસાઈટીને બુદ્ધિપ્રકાશમાં વખતોવખત સાહિત્ય વિયે વિદ્વત્તાપૂર્ણ લેખો લખ્યા છે. ત્યાર પછી ઘણા લાંબા ગાળા સુધી આપ ભુજમાં ર ર પણ સાઈરીને ભૂલ્યા નહોતા. આપનાં સ્વર્ગસ્થ પત્ની સે. ચતુરલક્ષ્મીના અવસાન નિમિત્તે એક સ્મારક સ્થાપી તેના વ્યાજમાંથી ગુજરાતી સ્ત્રી ઉમેદવાર મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં ઉંચે નંબરે પાસ થાય તો તેને સોસાઈટીની લાઈફ મેમ્બર બનાવવી એ હેતુથી સદÉ ફંડ સોસાઈટીને સોંપ્યું છે. સન ૧૯૨૧ માં ગુ. વ. સેસાઇટીએ આપને પિતાના પ્રમુખ તરીકે ચુંટયા હતા; જે પદ આપ લાંબા સમયથી શોભા છે. પ્રમુખપદે નિમાતાં જ આપે ગુજરાતી દેશની શુદ્ધિ કરવાનું વિકટ અને શ્રમવાળું
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy