SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સાસાઇટીને જેમણે લેકી કૃત (Map life) ‘ જીવનના આદર્શ ’ એ નામના એક મનનીય પુસ્તકના તરજુમે અગાઉ કરી આપ્યા હતા તે શ્રીયુત જીવાભાઈ રેવાભાઇ પટેલે સદરહુ સુખ અને શાન્તિ”નું પુસ્તક લખી આપ્યું હતું અને તેના વાચનમાં વ્યતિત કરેલો સમય જરૂર સ્ફૂર્તિદાયક અને આનદમય થઇ પડશે. જીવનમાં જેમ કંજુસાઈ કામની નથી તેમ ઉડાઉપણું પણ તજવા જેવું છે. કરકસરથી તેા ઘણા મનુષ્યાએ પેાતાની મિલ્કતને સમૃદ્ધ કરી છે. નાણાનાં વ્યયમાં વિવેક કરવા એનું નામજ કરકસર છે; તેનું ઉલટું, ઉદારતાની હદ ઓળંગી જૠને વિના કારણ અને નિર્ક પૈસા ખર્ચી નાખવા તેનું નામ ઉડાવપણું છે; અને એવા ઉડાવપણાને કે! પણ ઉત્તજન ન આપે. આપણા એક જુના લેખક અને જે સુધારક કવિ તરીકે જાણીતા થયા હતા તે શ્રીયુત ભવાનીશંકર નરસિંહરામે આ વિષયાને નિખ ધરૂપે પ્રાચીન નિરૂપણ શૈલીમાં, યેાગ્ય સ્થળે અંધભેસ્તા ઉદાહરણ આપીને ચોં છે અને એ ચેાનિયું જો કે ન્હાનું છે તેા પણ તેમાંની માહિતી માધપ્રદ અને માદ ક જણાશે. સન ૧૯૧૦-૧૧ માં એ લેખકની ચેાગ્ય કદર કરવા અમદાવાદમાં મેળાવડા યેાજ્યા હતા, તે વખતે એમને શ્રીયુત ભવાનીશંકરનું સન્માન કરવામાં એક જાણીતી નાટક કંપનીએ સાસાઇટીનાં પ્રકાશને ભેટ કરી આવ્યું હતું. આ જમાનામાં આપણાં પ્રાચીન પુસ્તકો જેવા કે રામાયણ અને મહાભારતનું વાચન તદ્દન ઓછું થઇ ગયું છે; અને અગાઉ માણભટ્ટ દ્વારા એકથા સાંભળવાને લાભ મળતા હતા તે પ્રથા પણ લુપ્તપ્રાયઃ થવા માંડી છે. આપણી આ સાંસ્કૃતિક સંપત્તિથી આપણી નવી ઉછરતી પ્રજા વંચિત રહે એ વિચાર જ અસદ્ય છે. કોઈ રીતે એ પુસ્તકોનું વાચન અને અભ્યાસ વધે એવી તજવીજ થવી ઘટે છે. એ ઉણપ કંઇક અંશે પૂરી પાડવા સાસાઇટીએ “ મહાભારતની નીતિ કથાએ ” એ પુસ્તકનું પ્રકાશન સ્વીકાર્યું હતું. એ પુસ્તક મૂળ બંગાળીમાં લખાયું હતું, અને તે શ્રીયુત મગનલાલ હરિકૃષ્ણ ભટ્ટના વાંચવામાં આવતાં તેમને તે ખૂબ ગમી ગયું; અને તુરતજ તેમણે તેને ગુજરાતીમાં લખી નાંખ્યું હતું. તે પરથી એ લખાણ કેટલું અસરકારક છે તે સમજાશે, જો કે મૂળ વસ્તુ જ ઓછી આકર્ષીક કે એછા પ્રભાવવાળી નથી.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy