________________
૧૮૯
પાછળ પ્રતિદિન એછામાં એછા એક લાખ રૂપીઆ પ્રમાણે આપણે ખરચતા હાઇશું, રાજના લાખ રૂપીઆ આપણા હાથમાં હાય તે શું શું કરીએ-શું ન કરી શકીએ. આવા નિરર્થક ખર્ચ કરવાનો કાળ હવે વહી ગયા છે. પ્રજાની સમૃદ્ધિ પ્રજાના વિકાસ માટે વાપરવાની આપણે કાશીશ કરવાની છે. શ્રીમતા જે દાન કરે છે તેમને જો જ્ઞાનની ઔંમત સમજાય તે જરૂર જ્ઞાનપ્રચારાર્થે તેમનાં દાન વળે.
પુસ્તકાલયેા વ્યવસ્થિત થાય અને તેમાં સારાં અને સસ્તાં પુસ્તકા મેળવી શકાય માટે પુસ્તકાલયેાનું મંડળ અને સહકારને ધેારણે પુસ્તક પ્રકારાનની યેાજના થવી જોઇએ. વડેદરા રાજ્યે આ કાના આરંભ કરી દીધા છે અને તેને અનુસરીને ગુજરાતમાં એ કાર્યની સ્થાપના થઈ શકે તેમ છે. પુસ્તકાલય પ્રવૃત્તિએ હાલના સમયમાં શાસ્ત્રીય સ્વરૂપ ધારણ કરેલું છે અને એ શાસ્ત્રીય ધારણે એનું સર્વ કા થાય તાજ એ પ્રવૃત્તિને સળતા મળે. ખૈસુર અને વડાદરા રાજ્યે એ કાર્ય શીખવવા માટે વગે પણ કાયા અને એ રીતે પ્રવૃત્તિને વેગ આપ્યા છે. ગ્રંથપાળ બનવા માટે પણ શિક્ષણ લેવાની જરૂર છે એ હવે અજાણ્યું નથી. અત્રે પધારેલા સર્વ વિદ્યારસિક સજ્જતાની સહાયતાથી પુસ્તકાલય પ્રવૃત્તિને વ્યવસ્થિત સ્વરૂપ આપી તેને આગળ વધારવાની આશા છે.
જો કે થાડા પ્રમાણમાં વાચનના શોખ વધતા જાય છે એ દેખીતું છે, અનેક પ્રકાશન સંસ્થાએ નીકળતી જાય છે. ગુજરાતી ભાષામાં નવાં લખાતાં પુસ્તકોની સંખ્યા પણ ઉત્તરાત્તર વધે છે. માસિકપત્રો, ત્રિમાસિકા, વર્તમાનપત્રો વગેરેની સંખ્યામાં એક દસકામાં પુષ્કળ વધારા થયા છે. આ સર્વ શુભચહ્ન છે. સ` જ્ઞાનપ્રવૃત્તિએ મંદ ન પડી જાય, જ્ઞાન ઝીલવાને પ્રજા વધારે ને વધારે શક્તિમાન થાય એવા પ્રયાસ કરવાના છે. એટલે કે આવી પરિષદ અમુક વર્ષને અંતરે ભરીને બેસી રહેવાથી કાય સિદ્ધ થાય તેમ નથી. આ તે માત્ર કાના આરંભ છે. તેને સતત ચાલુ રાખવા માટે અખડ યત્ન કરવા પડશે.
આ દિશામાં માસૂચન મેળવવા ગુજરાતની પ્રથમ પરિષદ ભરી છે અને સર મનુભાઈ સાહેબ જેવા પ્રખર અભ્યાસી એમાં જરુર પ્રેરણા આપશે. પ્રજાના શિક્ષિત વર્ગ પોતાના અશિક્ષિત બધુએ પ્રત્યેના ધર્મ સમજી તનમનથી એમાં રસ લે તે જ અજ્ઞાનરૂપી ગાઢ અંધકારમાં ડૂબેલા આપણા દેશબંધુઓને બહાર કાઢવાના મનોરથ સિદ્ધ થાય.
પરમકૃપાળુ પરમાત્મા પાસે એ જ પ્રાર્થના છે કે, तमसो मा ज्योतिर्गमय ॥
વિદ્યામ્હેન ર, નીલક