SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ઉપરાંત અભ્યાસકો, વિદ્વાનો અને શિક્ષકોને માટે “રેફરન્સ' વિભાગ એ પુરતકાલયમાં મહત્વનું અંગ છે. જ્યાં એ અંગ વધારે સમૃદ્ધ હશે ત્યાં જ્ઞાનપિપાસુઓ ખેંચાઈ આવશે. અમદાવાદ જેવા સ્થળમાં અત્યાર સુધી એ વર્ગને આકર્ધનાર જોઈએ તેવું સાધન નથી. ગુજરાત વિદ્યાપીઠને, પુરાતત્વ મંદિરને તથા સત્યાગ્રહ આશ્રમનો સંગ્રહ મહાત્મા ગાંધીજીએ અમદાવાદની પ્રજાને અર્પણ કર્યો છે તે જ્યારે શેઠ માણેકલાલના પુસ્તકાલયમાં સુવ્યવસ્થિત થશે ત્યારે અમદાવાદ જ્ઞાનતૃષા છીપાવનાર મોટું કેન્દ્ર બનશે અને તેથી જ્ઞાનવ છુ સજ્જને અત્રે આવશે અને અમદાવાદની જનતાને માટે લાભ મળશે. એક મધ્યસ્થ પુસ્તકાલયની અભિલાષા અમદાવાદને ઘણા વખતથી હતી અને તે ખોટ પૂરી પડશે એ વાતથી સર્વે વાચનપ્રિય જનેને અત્યાનંદ થયો છે. પુસ્તકાલયો જ્ઞાનનાં સાધન છે, બધે તે હોવાં જોઈએ એ તે સહુ કઈ જાણે છે અને તે વારંવાર કહેવા માત્રથી પર્યાપ્તિ થતી નથી. એ વસ્તુને સિદ્ધ કેમ કરવી એ પ્રશ્ન વિચારવાનો છે, એને માટે કેવા પ્રયત્ન કરવા તેની ગોઠવણ કરવાની છે. પ્રાથમિક કેળવણી સંબંધ જે સંસ્થાઓ કામ કરી રહી છે તેમને આ પ્રકને ઉપાડી લેવાના છે. હજુ તે નાનાં ગામમાં જ્ઞાનની ભૂખ ઉઘાડવાની છે. એ શિક્ષણકારા થઈ શકે છે. જ્ઞાનની ભૂખ ઉઘડતાં પુસ્તકાલયની જરૂર જણાશે અને એ પુસ્તકાલય સામાં એ ભૂખ સતેજ રાખવામાં મદદકર્તા થઈ પડશે, એમ પરસ્પર એકબીજાને ઉત્તેજિત કરવાનું કાર્ય થશે. આ કાર્ય મોટાં ગામોમાંજ કરીને બેસી રહેવાનું નથી. વિશેષ જરૂર તો નાનાં ગામના માણસે પિતાના કામ ધંધામાંથી ઉંચા ન આવે તે ક્યારે વાંચે એમ કદી કહેવાશે પરંતુ એકવાર વાંચવાને રસ પડે તે ગમે તેમ કરી વખત કાઢી વંચાશેજ. વળી નાનાં ગામમાં જે અજ્ઞાન, વહેમ, ગરીબાઈ, હુન્નરઉદ્યોગ અને સાહસની ઉણપ એ સર્વ જ્ઞાન મળવાથી જ દૂર થશે. ધનવાને પિતાના ધનને ઉપયોગ મનુષ્ય ભાઈઓનું અજ્ઞાનનું મટાડવની સંસ્થાઓ ઉભી કરવામાં વાપરે તે હવે તેમણે પોતે સમજવાનું છે. સાંસારિક જૂના રીવાજો જેમાં લગ્ન મરણના ભારે ખર્ચા કરવામાં આવે છે અને જેનાથી કેને પણ લાભ નથી તે છેડી નાણાંને સુવ્યય કરતાં આપણે શીખવાનું છે. હિંદુસ્તાનમાં છપન લાખ બાવાઓ રેજ મફતનું ખાય છે. એ હીસાબે તેવા માણસો પાંચ સાત લાખ ગુજરાતમાં હશે. તેમના પોષણ
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy