SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ મહીપતરામભાઇએ એમના શિષ્યાના એટલેા બધા પ્રેમ સંપાદન કર્યો હતા કે તેઓ સધળા એમને એક ગુરૂ અને વડિલતૂલ્ય પૂજતા અને માન આપતા હતા; અને આજે પણ એ શિષ્ય મડળનાં કુટુંબીજનો મહીપતરામના કુટુંખ સાથે એવા માયાભર્યાં વર્તાવ અને ગાઢ સંબંધ સાચવી રહ્યાં છે; એ પરથી સમજાશે કે રમણભાઈના શ્રેયમાં લાલશંકરભાઇ એક વિડલ ની પેઠે : સ લેતા અને સધળાં સાર્વજનિક કાર્યોંમાં એમને પેાતાની સાથે રાખતા, એટલુંજ નહિ પણ તેમને પાવરધા કરવા સારૂ તે કામને મેજો પણ એમના ઉપર નાખતા હતા. તે સંબંધમાં આ જુલાઇ માસમાં બહાર પડેલાં “ સ્વ. સર રમણભાઇ ” એ પુરતકમાં ‘ જીવન વિધાયક ’' એ લેખમાં લેડી વિદ્યાને જે હકીકત નોંધી છે તે જાણવા જેવી થઇ પડશે: મહીપતરામ અનાથાશ્રમ, પ્રાર્થના સમાજ, સંસારસુધારા સમાજ, વગેરેના કામમાં લાલશંકરભાઇએ તેમને જોડયા. એક પિતા પેાતાના પુત્રના ભવિષ્ય માટે કાળજી રાખે તેથી વિશેષ લાલશ કરભાઇએ રાખી છે. એમ કહેવામાં અતિશયાક્તિ નથી. પેાતાનાં સર્વ કાર્યોના વારસ કરવાની ધારણાથીજ તેમણે આવેા ભાવ રાખેલા. ” "" જાહેર જીવનમાં રમણભાઇએ પ્રવેશ કર્યો તે પહેલાંથી તેએ સાસાઈટીના કામકાજથી વાકે હતા; મહીપતરામભાઇ એ સંસ્થાના એન. સેક્રેટરી હતા તેને લઇને તેમ જ સાહિત્ય શેખથી પ્રેરાઇને તે ગ્રેજ્યુએટ થયા પછી તુરત સન ૧૮૮૯ માં સાસાઇટીના આજીવન સભાસદ થયા હતા. એને આગળે વર્ષે મુંબાઇમાં એમણે “ કવિતા ” પર એક નિષધ વાંચ્યા હતા તે “ બુદ્ધિપ્રકાશ ” માં પ્રસિદ્ધ થવા સારૂ માકળ્યા હતા. (1 ,, સન ૧૮૯૧ માં મહીપતરામભાઇનું અચાનક મૃત્યુ થતાં રમણભાઈને સાસાઈટીની મેનેજીંગ કમિટીમાં લેવામાં આવ્યા હતા, અને સન ૧૯૧૨ માં લાલશંકરની માંદગી દરમિયાન તેઓ તેના એન. સેક્રેટરી નિમાયા તે સન ૧૯૨૮ માં એમનું અવસાન થતાં સુધી એ પદે રહ્યા હતા. ખીજી રીતે જોઇએ તે। મહીપતરામને! સાસાઇટી સાથેના સંબંધ તેએ અમદાવાદમાં પ્રથમ આવ્યા ત્યારથી શરૂ થાય છે; સન ૧૮૭૮ માં તેઓ તેના એન. સેક્રેટરી નિમાયા હતા, અને તે ગાદી તે પછી એમના પ્રિય * વ. સર રમણભાઇ પૃ. ૪૨૨.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy