SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ થતી રહેતી હોવાથી તેનું વ્યહવારૂ જ્ઞાન જનતાને આપી શકાય એવા આશયથી લોકોપયોગી વિજ્ઞાન વ્યાખ્યાનમાળાની યોજના ઉપાડી લેવા કેટલાક બંધુઓ તરફથી સાઈટીને સૂચના થઈ હતી અને તેથી તે વિષયમાં શું સંગીન કાર્ય થઈ શકે એ વિષે વિચાર કરવા પ્રે. કાતિલાલની અમદાવાદમાં હાજરીને લાભ લઈને કેટલાક સમયપર એક સભા પણ ગોઠવવામાં આવી હતી; અને એ સઘળી ચર્ચાના પરિણામે વિજ્ઞાનના જુદા જુદા અંગે ઉપર ત્રણથી પાંચ વ્યાખ્યાનોની વ્યાખ્યાનમાળા સ્થાપવાનો નિર્ણય થયો હતો. તે વ્યાખ્યાનરૂપ હાઈને પારિભાષિક શબ્દોની મુશ્કેલી ઝાઝી નડશે નહિ તેમ તે વ્યાખ્યાને સમગ થવાથી તેમાં શ્રોતાવર્ગને તે વિષય સમજવામાં પણ કેટલીક સુગમતા પ્રાપ્ત થશે અને લેખક મેળવવામાં જે મુશ્કેલી નડે છે, તેટલે દરજજે વ્યાખ્યાતા મેળવતાં નડશે નહિ. સોસાઇટીએ આ અખતરે શરૂ કર્યો છે, અને આજપયેત નીચે પ્રમાણે વ્યાખ્યાને અપાઈ ચૂક્યાં છે?— ૧ વિજ્ઞાન વ્યાખ્યાનમાળા નં. ૧ રેડિયો, વાયરલેસ અને ટેલિવિઝન વ્યાખ્યાતા શ્રી. ધનજીભાઈ ફકીરભાઈ, એમ. એ; ૨ વિજ્ઞાન વ્યાખ્યાનમાળા નં. ૨ મજજાતંત્ર, ચિત્તશાસ્ત્ર, ભૌતિકવિજ્ઞાન અને ચિત્તશાસ્ત્ર. વ્યાખ્યાતા શ્રી. પ્રાણજીવનભાઈ વિ. પાઠક, એમ. એ; કે સૂર્ય અને ગ્રહમંડળ, (૨) નભોમંડળ અને (૩) પરિમિત વિશ્વ, વ્યાખ્યાતા વિજયલાલ કનૈયાલાલ ધ્રુવ. બી. એસસી. એલ. સી. ઈ., શ્રીયુત બાપાલાલ ગડબડદાસ વૈદ્ય “ગુજરાતની વનસ્પતિ " એ વિષય પર ત્રણ વ્યાખ્યાન લખી મોકલ્યાં છે અને શ્રીયુત ભદ્રમુખ કલ્યાણરાય વૈદ્યને સાપેક્ષવાદ, અણુસ્વાદ અને કન્ટમવાદ એ વિષય પર ત્રણ વ્યાખ્યાનો આપવાનું સોંપાયું છે; અને જાણીતા અભ્યાસીઓને વિજ્ઞાનનાં એકાદ અંગ ઉપર, વિસ્તૃત રીતે પણ સામાન્ય જનતાની દષ્ટિએ, ત્રણ કે વધુ વ્યાખ્યાન આપવા વખતેવખત લખી વિનતિ કરવામાં આવે છે. આમ આ વિજ્ઞાન વ્યાખ્યાનમાળાની યોજના સફળ નિવડી છે તેમ તે લોકપ્રિય થવા પૂરે સંભવ છે.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy