SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ , , Dધ્ય આપે છે. અમદાવાદ મ્યુનિસિપાલટીના તેઓ પ્રસુખ હેઈને, શહેર સુખાકારી અને આરોગ્યને પ્રશ્ન એમની આંખ સમીપ હમેશાં રહે. લોકની ગંદી,. મેલાઘેલા રહેવાની રીતિથી તેઓ અજાણ નહોતા. એમની એ રીતભાત સુધરે, લોકમાં દારૂ પીવાની બદી હતી તે નષ્ટ થાય, પ્રજાજન તંદુરસ્તી. પામે અને લાંબુ આયુષ્ય ભોગવે એ આશયથી જનતામાં આરોગ્યનાં, જ્ઞાન પ્રચારાર્થે રૂ. ૨૦૦૦ સોસાઈટીને એમણે આપ્યા હતા. અને તેની સાથે લખી મોકલેલા પત્રમાં એવી શરત કરી હતી કે–સોસાઈટી યોગ્ય વ્યાખ્યાતાને પસંદ કરી, અમદાવાદમાં આરોગ્ય અને દારૂનિષેધ અને માદક તો એ વિષય પર જાહેર વ્યાખ્યાને અપાવે. આ વ્યાખ્યાનમાળા લોકપ્રિય નિવડી છે એટલું જ નહિ, પણ એ વ્યાખ્યાને જે જુદા ચોપાનિયાં રૂપે છપાવવામાં આવ્યાં છે, તે પણ. લોકપયોગી થયાં છે. લોકોના આરોગ્ય માટેની એમની કાળજી અને આ દીર્ધ દૃષ્ટિભર્યું એમનું પગલું ખરેખર જનતાના હિતમાં આવશ્યક અને હિતાવહ હતું. રણછોડભાઈની મેડીકલ રીલિફ ફંડની યોજના પણ એમની વ્યવહાર અને ઝીણી નજરને સરસ ખ્યાલ આપે છે. શહેરના ઉત્કર્ષ અને સગવડ અર્થે રણછોડભાઈ અને એમના પછી એમના પુત્ર માધુભાઈ તેમ પત્ર સર ચીનુભાઈ, પહેલા બેરોનેટ, એટએટલાં સુંદર અને ઉમદા કાર્યો કરેલાં છે કે અમદાવાદની પ્રજા એ કુટુંબને જેટલે. ઉપકાર માને એટલે થડે છે. સાઈટી એકલીને રણછોડભાઈ અને એમના કુટુંબ તરફથી રૂ. ૪૫૯૫૦ નાં નવ ટ્રસ્ટફડે, ઇનોમ, એલરશીપ, આરોગ્ય, જ્ઞાન પ્રચાર અને કન્યાશાળાના નિભાવ અર્થે મળેલાં છે. એમના જેવા રચનાત્મક અને દુરંદેશીભર્યા કાર્યો આપણે અહિં બહુ ડાં પુરુષોનાં જોવામાં આવશે. એમની પિછાન અર્વાચીન અમદા વાદના એક આગેવાન વિધાયક તરીકે કરાવી શકાય; એમનું જીવન પણ, નમુનેદાર હતું. +[ The Society Should select competent persons available to give lectures in Ahmedabad to promote Public Health and to check the vice of using intoxicating drinks and drugs etc. ]
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy