SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ રણુડભાઈ નિર્દોષ ર્યાં; પરંતુ તેમને સરકારી નોકરી કાયમ માટે છેાડવી પડી. દૈવ જે કાંઇ કરે છે તે સારા માટે કરે છે, એમ એમના કેસમાં અન્યું. જે કાંઇ સરકારે ગુમાવ્યું તેથી અનેકગણે! લાભ અમદાવાદને થયા. જેમના દિવસ પાધરા છે, જેમનું સત તપે છે, તે પુરુષ કદી દુ:ખી થતા નથી. નાકરીમાં હતા તે દિવસથી હુન્નર ઉદ્યોગ પ્રતિ રોડભાઇની નજર હતી. સન ૧૮૫૦ માં એમણે અમદાવાદમાં સુતર કાપડની મિલ કાઢવાના પ્રયત્ન કર્યાં હતા. ‘ અમદાવાદ સમાચાર નામના વમાનપત્રમાં તેની જાહેરાત પણ આપી હતી; પરંતુ નાણાંની મદદ નહિ મળવાથી એમને એ અખતરા નિષ્ફળ ગયેા હતા. પણ છૂટા થઈ આવતાંજ એમણે એ કા કરી દ્વાથમાં લીધું અને એમના પ્રયાસથી સન ૧૮૫૯ માં અમદાવાદમાં પહેલવહેલી સુતર કાપડની મિલ નિકળી. "" શરૂઆતનું અને નવું કા, એટલે તેમાં અનેક પ્રકારની મુશ્કેલીએ નડેલી. હાલતાંચાલતાં નાસીપાસીના પ્રસંગા ઉદ્ભવે; પણ એ ધીર પુરુષે નહિ ગભરાતાં, સ અડચણે! પાર ઉતારી, અંતિમ ધ્યેય પ્રાપ્ત કર્યું હતું. એમની મીલ ચાલુ થઈ તે દિવસથી અમદાવાદની જાહેાજલાલીના ગણેશ બેઠા એમ આપણે કહી શકીએ. મીલ ઉદ્યોગ અમદાવાદમાં સ્થાપીને એમણે જેમ શહેરની આબાદીનાં આજ ાપ્યાં તેમ શહેરની સુખાકારી અને આરેાગ્ય માટે એમણે લીધેલે શ્રમ અપૂર્વ હતા. અમદાવાદમાં નળ લાવવાનું અને ગટરની યેાજના કરવાનું માન સ્વસ્થને છે. એ નવાં કાર્યોની શરૂઆત કરતી વખતે લેાકમત એ યાજનાની બહુ વિરૂદ્ધ હતા; પણ આજે શહેરી એમને તે કાર્યો માટે હાર્દિક ધન્યવાદ આપે છે. સન ૧૮૮૯ માં શેઠ બેચરદાસ અંબાઈદાસનું મૃત્યુ થતાં રોડભાઈને સેાસાઈટીના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા હતા. સાસાઈટીની પ્રવૃત્તિઓમાં તેએ ખૂબ રસ લેતા. તેના દરેક કામને ઝીણવટથી તપાસતા અને તેની પ્રગતિ માટે સતત પ્રયત્ન કરતા અને હંમેશ કાળજી રાખતા. ખાડીઆના લત્તામાં એક કન્યાશાળાની આવશ્યકતા લાગતાં, રણછેડભાઈએ રૂ. ૧૨૦૦૦ સેાસાઇટીને સોંપ્યા હતા.. ♦ એ સ’સ્થાના વૃત્તાંત માટે જુએ પૃ. ૧૫૪
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy