SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ ત્યાં સુધી આપણે આપણાં જ્ઞાતિબંધને નહિ સુધારીએ ત્યાં સુધી આપણે કલ્યાણ થવાનું નથી, ત્યાં સુધી આપણે સાંસારિક સ્થિતિ સુધરવાની નથી, ત્યાં સુધી આપણી ધાર્મિક સ્થિતિ પણ સુધરવાની નથી ને ટુંકામાં ત્યાં સુધી આપણે દેશને દહાડે ફરવાનું નથી ! એથી પણ એમજ જણાય છે કે આપણી હાલની વર્ણવ્યવસ્થાની સ્થિતિમાં સુધારાની ઘણી જગા છે. જ્યાં “રોટી ત્યાં બેટી' એ પદ્ધતિ દાખલ કરવી તે એવા સુધારાનું પહેલું પગથીઉં છે, ને એથી હાલના સમયમાં અગણિત લાભ થશે, ને અગણિત હાનિકારક રિવાજો સહસા દૂર કરી શકાશે."+ સાઈટીએ કજોડાને ચાલ નાબુદ થાય એ આશયથી કજોડાનાં અનિષ્ટ પરિણામ દર્શાવતે નિબંધ લખાવવા ઈનામ જાહેર કર્યું હતું. એક બે વાર નિબંધ લખાઈ આવેલા પણ તે સંતોષકારક જણાયેલા નહોતા. તે પછીથી કૃષ્ણરાવે આ નાટક રચીને સાઈટીને મોકલી આપ્યું હતું: તેમાં વિવાહનાં ભિન્ન ભિન્ન ચિત્ર રજુ કરવામાં આવ્યાં છે, અને આપણા અલ્પ નાટક સાહિત્યમાં એક સ્વતંત્ર કૃતિ તરીકે તેનું મૂલ્ય થવું ઘટે છે. પુન વિવાહ પક્ષની સેળે સેળ આના ફજેતી’ એ અનુવાદ એમણે જ મરાઠી પરથી સંજ્ઞા ધારણ કરીને કર્યો હતો અને તેમાંથી છેવટની આરતીવાળો ભાગ પહેલા પ્રકરણમાં આપવામાં આવ્યો છે. ( જુઓ પૃ. ૨૧} મહીપતરામ કૃત “ગ્રીસ દેશને ઈતિહાસ’ એમને યશ આપે એ લખાયો નથી. તે ગ્રંથ સ્મીથ કૃત ગ્રીસના ઇતિહાસની હાની આવૃત્તિ પરથી તૈયાર કરવામાં આવ્યો હતે. ઘણાં વર્ષો સુધી તેનું મેન્યુસ્ક્રીપ્ટ કેળવણું. ખાતાના દફતરમાં પડી રહ્યું હતું; એટલું જ નહિ પણ એ અનુવાદ એક હાથે થયો નહોતે. તેના દેથી પિતે વાકેફ હેઈને તેઓ પ્રસ્તાવનામાં લખે છે, વાંચનાર ઝટ કે થોડી મહેનતે સમજી શકે એવી સરલ અને શુદ્ધ ગુજરાતી ભાષામાં મૂળ ગ્રંથનો ભાવાર્થ લખો એને હું સારે તરજુમે. ગણું છું. આ પુસ્તકનાં કેટલાંક પ્રકરણમાં તે પ્રમાણે થયું નથી તેથી દલગીર છું.” કે ભોજન વ્યતહાર ત્યાં કન્યાવ્યવહાર, પૃ. ૧૧૪-૧૫.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy