SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ ફેબ્રુઆરી સન ૧૮૬૫ ના રાજ મળેલી તેમાં સોસાઈટીના કા વિષે વિવેચન કરતાં, મહીપતરામે છેવટમાં એ સૂચના કરેલી તે આજે પણ અવગણવા જેવી નહિ જણાયઃ— 66 હાલ સાસાઇટી એક આસીસ્ટંટ સેક્રેટરી રાખે છે. તેનું મુખ્ય કામ એ છે કે જુના ગુજરાતી લેખા શાધી કહાડી, ખરીદ કરી, અથવા બીજી ઘટતી રીતે મેળવી એકઠા કરવા, હસ્તદોષ હોય તે સુધારવા અને પછી તેએને છપાવી પ્રસિદ્ધ કરવા. એ કામ હાલ ચાલે છે તેથી વધારે ધમકથી ચલાવવું એ વાત ઠીક છે. એ કામથી મેાટા ફાયદા થાય છે, તેનો હું ના કહેતા નથી, તે પણ હું એટલું કહું છું કે આપણે ફક્ત એથી તૃપ્ત રહેવું ન જોઇએ. અંગ્રેજી અમલ ખેઠાની પૂર્વે જેટલી સુધરાઇ પર આપશે। દેશ હતા તેને લાયક વિચારી એ લેખમાં છે; જે નવા અને સારા વિચાર ત્યાર પછી યુરાપમાં પ્રગટ થયા છે, તેમાંના એકે તેમાં નથી. અને તેથી એ પુસ્તકા પ્રગટ કરેથી આપણા લેાકનાં મન એક પગથીએ પણુંચાં ચડવાનાં નથી. એ જુના ચૈાની જોડે નવા અને સારા ગદ્યના ગ્રંથા છપાશે નહિ તેા ઉલટા ખીગાડ થશે, કેમકે એ જુની કવિતા વેહેમ 66 ભરેલા પુષ્કળ મતાથી ભરેલી છે. પુનામાં દક્ષણ પ્રાઈઝ કમીટી' છે. તે નવાં પુસ્તકો રચવાને માટે છે, તેમ ગુજરાતમાં પણ ોઇએ. એ કામ વર્નાક્યુલર સેાસાઇટી કરતાં વધારે સારૂં કાણુ કરી શકવાનું છે ? માટે મારા મત એવા છે કે જેમ હાલ જુના ગ્રંથાને બહાર પાડવાને એક આસીસ્ટંટ સેક્રેટરી છે, તેમજ અંગ્રેજીમાંથી તરજુમા કરવાને એક, અને અંગ્રેજી પ્રથામાંથી સાર અને મતલબ હાડવાને એક, એવા એ આસીસ્ટંટ સેક્રેટરીએ મેહરબાન કરટીસ સાહેબના હાથ નીચે જોઈએ. એ અગત્યની સૂચના કરી હું એસવાની રજા લેઉં છું.”૧ મહીપતરામનુ મુખ્ય કાર્ય તે ગુજરાતમાં કેળવણીના પ્રચારાથે ફ્રેન્ડ શિક્ષકા તૈયાર કરવાનુ હતું અને તે કાય એમણે લગભગ ૩૦ વર્ષ સુધી કર્યું હતું. એટલે એક પ્રખર સંસાર સુધારકની પેઠે એક નિષ્ણાત કેળવણીકાર તરીકે એમનુ નામ દેશભરમાં એટલુંજ પ્રસિદ્ધ અને કીર્તિવંત છે. એમના હાથ નીચે સ્કાલરાએ તાલીમ મેળવીને ગુરુના નામને યશસ્વી કર્યું છે; તેમાં સ્વ. લાલશંકર અને રા. આ. હરગોવિંદદ્દાસ કાંટાવાળાનાં નામેા મુખ્ય સ્થાન લે છે. ૧ બુદ્ધિપ્રાશ, સન ૧૮૬૫, પૃ. ૧૦૦.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy