SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ખિલવાની ફરજ પડી. નવી વ્યવસ્થા થઈ તેમાં ગુજરાતના સારા નસીબે મી. થિયેડર સી. હોપને સન ૧૮૫૬ માં ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઈન્સ્પેકટર નિમવામાં આવ્યા. એમના સમભાવી વર્તન અને મીઠી નજરથી પ્રાંતમાં કેળવણીના કાર્યને પુષ્કળ વેગ મળે અને એ જોઈ શક્યા કે એ કાર્યમાં સાઈટીની સેવા બહુ મદદગાર થાય એવી છે. તેથી તેઓ સંસાઈટીના લાઇફ મેમ્બર થયા એટલું જ નહિ પણ સાથે સાથે “ગુપ્ત રીતે એક સારી રકમ સોસૈટીને ભેટ કરી.' વળી અમદાવાદમાં કૅલેજ સ્થાપવાનો વિચાર એમણે જ પ્રથમ ઉપાડી લીધો અને પ્રાથમિક શાળા માટે સારાં પાઠ્યપુસ્તકોની બેટ પૂરી પાડવા સારૂ “વાચનમાળા” ના પ્રયોજક તેઓ જ હતા; જે વાચનમાળા પાછળથી હેપ વાચનમાળાના નામથી પ્રસિદ્ધિ પામી છે; પરંતુ તે વખતે લોક એટલા અજ્ઞાન હતા કે તેઓ કેળવણીનું મૂલ્ય સમજતા નહિ અને પાઠ્ય પુસ્તકે જેની કિંમત મેથી રહેતી તેથી તે ખરીદતા નહિ. પાઠ્ય પુસ્તકોના સેંઘાપણા વિષે પછાડી લખેલું છે જ. અને આ અડચણ ઓછી કરવા એક ઉપરી અધિકારીએ શરૂઆતમાં ફતેહમંદ વિદ્યાર્થીને સાલ, પાઘડી કે દુપટ્ટા આપવાનો રિવાજ હતે તે બદલીને, તેને બદલે શાળોપયોગી પુસ્તકો આપવાની પ્રથા પાડી હતી. એ વિષે સન ૧૮૫૦-૫૧ ના બોર્ડ ઓફ એજ્યુકેશનના રીપોર્ટમાં નીચેની પંક્તિઓ મળી આવે છે - " ..................this year however I ventured to supply books instead of pagrees etc. In introducing this slight change............I was principally influenced by the consideration that parents have frequently been represented as unwilling to purchase books for their children, exceeding one rupee in price, while the greater number of books yet published in Gujarati are of a considerably higher price." (Page 42) સસ્તાં શાળાપોગી પુસ્તકે. આ પરિસ્થિતિ લક્ષમાં લઈને હેપ સાહેબે સંસાઈટને શાળોપયોગી પુસ્તકે સસ્તી કિંમતે છાપી આપવાને આગ્રહ કર્યો. દલપતરામ એમના સેર્સટીના ઈતિહાસમાં લખે છે, “હોપ સાહેબે એવું કહ્યું કે સરકારી નિશાળમાં ભણવાની ચોપડીઓ મુંબાઈમાં છપાય છે તેને ભાવ ઘણો મેઘ
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy