SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ શ્રીયુત વિઠ્ઠલદાસને “હિન્દુસ્તાનને ઈતિહાસ” ગઈ પેઢીમાં ખૂબ પ્રચાર પામ્યું હતું. એમનું દુર્ગાદાસનું પુસ્તક પણ એટલી ખ્યાતિ પામ્યું છે; અને એમના સસાઈટી તરફથી પ્રસિદ્ધ થયેલા નિબંધે એમના બહોળા વાચનને તેમ એ વિષયની ઉત્તમ નિરૂપણ શલીને અને વિવેક શક્તિને સરસ પરિચય કરાવશે. એ વખતે તેઓ નિબંધ લખીને સંતોષ માનતા નહિ, પણ એમના વાચનમાં અંગ્રેજી જર્નલોમાં જે કાંઈ ઉપયોગી લેખો જણાતા તેના અનુવાદ તેઓ બુદ્ધિપ્રકાશ, ગુજરાત શાળાપત્ર આદિ માસિકમાં શૈકલી આપતા; અને મહીપતરામના હાથ નીચે લાલશંકર, કાંટાવાળા, ખુશાલદાસ ગોકળદાસ વગેરેનું એક હાનું મંડળ જામ્યું હતું, તેમાંના તેઓ એક હતા. એમના વિષે કેટલીક ઉપયુક્ત અને મહત્વની માહિતી “સાહિત્યમાં હરગોવિંદદાસભાઈએ “વિઠ્ઠલદાસનાં સંસ્મરણ” એ નામથી એક લેખ લખ્યો છે, એમાંથી મળશે. આપણું સમાજમાંના અન્ય દેની પેઠે આપણું જમણવારની ચાલમાં સુધારે થવા માટે રાવ સાહેબ હરિલાલ, જેમના વિષે નિર્દેશ “ઉત્સર્ગમાળા”ના નિબંધના સંબંધમાં કર્યો હતો, તેમણે રૂ. ૨૦ “જમણવાર વિષે” નિબંધ લખાવવાને સોસાઈટીને સંપ્યા હતા અને સંસાઈટીએ તેમાં બીજા રૂા. ૩૦ ઉમેરીને જમણવારની રીતિમાં ફેરફાર અને સુધારા સૂચવતે નિબંધ મંગાવ્યું હતે; પણ તે માટે કઈ તરફથી લેખ મળે નહિ તેથી એ રકમ વધારી રૂા. ૧૦૦ ની કરી હતી, અને ફરી માગણું થતાં અમદાવાદ પ્રેકટીસીંગ કુલના મહેતાજી મેહનલાલ કલ્યાણને નિબંધ ઈનામને યોગ્ય જણાય હતું. તેમાં જમણવારના ચાલની ઉત્પત્તિ, જમણવારના જુદી જુદી મટી જ્ઞાતિઓમાં પ્રસંગ અથવા ટાણાં, જમણ વખતે બેસવાની જગા, જમણવારનાં પાત્ર, જમણ, જમણવારને ખરચ, તેથી થતા ફાયદા ગેરફાયદા અને જમણવારની હાલની રીતમાં શે સુધારો થઈ શકે તથા કર જોઇએ, વગેરે બાબતનું વિવેચન કર્યું છે. ખેદની વાત એટલી છે કે આપણે હજી એ વિષયમાં કંઈ પણ સતેષકારક સુધારો કરી શક્યા નથી. આ વિષય સૂચવનાર રાવ સાહેબ હારલાલ મોહનલાલે સોસાઈટીના આસિ. સેક્રેટરી તરીકે, સન ૧૮૫૪ માં આઠ માસ કામ કર્યું હતું, અને તે એવી રીતે કે તેઓ “ઈજનેરી ખાતામાં નોકરી હતી ત્યાં કામ કરતા અને રેજ થેડા કલાક સોસૈટીનું કામ કરતા હતા.”x * બુદ્ધિપ્રકાશ સન ૧૮૭૮, પૃ. ૭૭.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy