SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ તે પછીને નિબંધ “ગુજરાતને ઉત્કર્ષ થવાનાં સાધન” એ વિષય પર છે અને તે માટેનું ઈનામ શ્રી વિઠ્ઠલદાસ ધનજીભાઈને મળ્યું હતું. હિન્દુસ્તાનમાં વેપારની પાયમાલીનાં કારણે એમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાંથી ઉતારે કરીને દર્શાવ્યાં હતાં. તે વખતે પણ પ્રજા સરકારની આપમતલબી રાજનીતિથી અજ્ઞાત નહતી તે એ ઉતારે બતાવી આપે છે. જુઓ, તેમાં શું લખ્યું છેઃ ૧. અંગ્રેજોનું રાજ થયા પછી હિંદુસ્તાનનું બજાર માલ મોકલનારને બદલે ખરીદનાર થયું, તેથી વેપાર અને નફાને ઘણું નુકશાન પહોંચ્યું. ૨. હિંદુસ્તાનના રાજાએ જે કે પહેલાં નકામું લશ્કર રાખીને ઘણે ખરચ કરતા હતા, પણ તેથી વેપારને કદી કાંઈ નુકશાન થતું નહીં. પણ હાલમાં તે લશ્કરી સામાન સરંજામ વિલાયતથી ભગાવતાં લાખો. રૂપીઆ વિલાયત મોકલવા પડે છે. ૩. અમીર ઉમરાવે પહેલાં પિતાને ભભ રાખવાને હજારે પૈસા ખરચતા હતા પણ તેઓ હાલમાં પડી ભાગ્યા છે. અને તેથી તેટલા પૈસાની છત બજારમાં ઓછી થઈ છે. ૪. અગાઉના વખતમાં મુખ્ય અધીકારીઓ દેશીઓ હતા માટે પૈસે દેશમાંજ રહે, પણ અંગ્રેજી રાજમાં મોટા હોદ્દેદારે અંગ્રેજે છે, તેથી તેઓ ઘણા પૈસે વરસે વરસ વિલાયત મોકલે છે. તેમજ મરનાર અંગ્રેજોનાં બેરાં છોકરાંને પેનશન તરીકે હિંદુસ્તાનને દર વરસે મેટી રકમ આપવી પડે છે. ૫. વળી હિંદુસ્તાનનું જાણીતું લશ્કરી ભારે ખરચ, તે પણ મુખ્ય કારણ છે. કેમકે તેથી હિંદુસ્તાનને દર વરસે મોટી રકમ વિલાયત મોકલવી પડે છે. ૬. રેલવે, કનાલ વગેરે યુરેપીઅનેએ (યુરોપીઅનેના પૈસાથી) સ્થાપી છે, જેથી સરકારની બાંહેધરીનું વ્યાજ તેમને મળે છે, ને તેનું ફળ બધું ઈગ્લાંડ જાય છે ને તેથી પડતી ખોટ હિંદુસ્તાનને આપવી પડે છે. ૭. આ વિના વળી લોકોને ભારે કર આપવા પડે છે(તે પણ કારણ છે). ૮. છેલ્લે વેપારમાં પણ યુપીઅને એટલા લાગ્યા છે કે, તેમની બરાબરી દેશીઓ કરી શકતા નથી.” * ગુજરાતને ઉપ થવાનાં સાધન વિષે નિબંધ, પૃ. ૧૩ થી ૧૩૩,
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy