SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સિવાય બીજું એક પુસ્તક નથી; એ પરથી વાચક એનું મૂલ્ય સમજી શકશે. કોઈને એમના નીચેના શબ્દો અભિમાનભર્યા જશે, પણ અમારું માનવું છે કે એ વિષયમાં એમની પારંગતતાને લઈને તે આત્મવિશ્વાસના ઉદ્દગારો છે. મેં સંસ્કૃત પ્રાકૃત વ્યાકરણના ઘણા ગ્રંથે જાણ્યા છે અને ભણવ્યા. છે અને ગૂજર્જર આદિ ભરતખંડના ઘણા દેશની ભાષાઓના ગ્રંથો જોયા છે. માટે મારા લખેલા ઉપર કઈ દવારે૫ કરે તે તેણે પ્રથમ પિતાની છત તપાસી કરો. વાંચનાર જે વિદ્વાન હશે અને તે જે સત્ય રાખીને આ. નિબંધ વાંચશે તો તે આ નિબંધને વખાણશે.”+ સાઈટના એક સમયના આસિ. સેક્રેટરી રા. સા. હરિલાલ મોહનલાલ જેઓ ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટરના હદે પહોંચ્યા હતા, તેમની યાદગીરી રાખવા ખેડા વિભાગના મહેતાજીઓએ એક ફંડ ઉભું કર્યું હતું, તેમાંથી રૂ. ૨૦૦) ની રકમનું ઈનામ પ્રસ્તુત વિષય પર નિબંધ લખી મોકલનારમાંથી જેનો પસંદ થાય તેને આપવાનું જાહેર કર્યું હતું. બે નિબંધ મળ્યા હતા તેમાં શાસ્ત્રી વ્રજલાલને લેખ પસંદ થયો હતે. આના જેવી બીજી એક રકમ–રૂ. ૧૦૦ ની સન ૧૮૬૯ માં કચછના સાહિત્ય રસિક શેઠ ગોવિંદજી ધરમશી ઠક્કરે “મિથ્યાભિમાન વિષે હાસ્યરસમાં નાટકરૂપી નિબંધ “બુદ્ધિપ્રકાશ' જેવડાં ૫૦ પૃષ્ટનો” લખાવી મંગાવવા એસાઈટીને સેંપી હતી, તેને ઉલ્લેખ થવો ઘટે છે; તદનુસાર, જાહેર ખબર છપાવતાં પાંચ નિબંધ આવ્યા હતા, તેમાં કવીશ્વર દલપતરામને એક કર્યો હતો. આ પાંચે નિબંધે ઈનામ આપનાર ગૃહસ્થ જાતે તપાસ્યા હતા અને તે વાંચતાં પોતે જે સંતોષ અને આનંદની લાગણી અનુભવેલી તેનું વર્ણન એમણે સાઈટીના મંત્રી પર લખેલા પત્રમાં કર્યું હતું. એને ખ્યાલ પત્ર વાચનથી આવે તેમ છે – કચ્છ-માંડવી, તા. ૮ મી નવેમ્બર સને ૧૮૭૦. મહેરબાન એમ. એચ. સ્ટેટ સાહેબ, ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના સેક્રેટરી, અમદાવાદ, આપનો કાગળ ચાલતા માસની તા. ૨ જીને લખેલે આવ્યો તેની પહોંચ કબુલ કરતાં જણાવવાની રજા લઉ છું કે મારા તરફ પાંચ નિબંધ આવ્યા, તેમાંથી “ભૂંગળ વિનાની ભવાઈ” એ નિશાનીવાળું નાટક મને પસંદ પડયું, તે આપને લખી જાહેર કર્યું. તેનાં જુજ પાનાં વાંચતાંજ મને એમ જણાયું કે આ કોઈ વિદ્વાનનું લખાણ છે અને જેમ જેમ આગળ + ઉગમાળા પૃ. ૮
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy