SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ગુસાંઈજીએ ગુજરાતમાં જઈ તપાસ કરી. ત્યાં કેટલેક ઠેકાણે મુસલમાની ને કેટલેક ઠેકાણે રજપૂત રાજ્ય હતું. અને રાધાવલ્લભી સંપ્રદાય ત્યાં એમને પ્રસરેલો બહુ જણા: આ સંપ્રદાય સંબંધી શેધ કરી કેટલીક સામગ્રી એમણે એકઠી કરી. પાછા મથુરા ગયી અને ચાલાકીથી પગપેસારો કર્યો. અને રહેવા માટે એક ઘર બાંધ્યું. આ પછી થોડો વખત રહી રાધાવલભી સંપ્રદાયના ગેડીયા ગોંસાઈ હાલ ગુજરાત તરફ કેમ આવતા નથી એનો વિચાર કર્યો. આ સંપ્રદાય તે સમયે બહુ મોટે હતિ. આર્યાવર્તામાં ઘણે સ્થળે ફેલાયેલો હતો. ચૈતન્ય સ્વામિ આસરે ૬૦૦ વર્ષ પર થઈ ગયા, તેઓ એના મૂળ સંસ્થાપક હતા. ગુસાંઈજીના સમયમાં આ ચૈતન્યના વંશજો આસરે પાંચસેક મનુષ્યો હશે. તેઓ માંહોમાંહે ગાદીને માટે કલેશ માં પડયા. અને બંગાળી બધી રીતે વિશેષ અનુકૂળ પડવાથી આં કલેશને લીધે ગુજરાત તરફ દુર્લક્ષ થયું. ગુસાંઈજીએ આ સ્થિતિ નું સૂક્ષમતાથી નિરીક્ષણ કરી લાભ લેવો ગ્ય ધાર્યો. પ્રથમ તે એમણે તે સંપ્રદાયવાળાની સવ રીતભાત શીખીને તે સ્વીકારી. અને નામ ગેડીયાને ઠેકાણે ગોકુલીઆ ગુસાંઈ રાખ્યું. એમની સાથે કેટલાક શિષ્ય હતા, તેઓ દ્વારા ફેલાવ્યું કે ગુજરાતમાં જહેને અસલ સંપ્રદાય છે હેના કાકા થાય છે. વળી મંગળા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, ભોગ, આરતી, શયન એવા આઠ પ્રકારના દર્શનની વિધિ રાખી. તેવી જ રીતે ગવૈયા રાખ્યા. કથા, વાર્તા ઇત્યાદિ ઘણી બાબતની જાણે નકલ કરી. અલબત આજે ગુજરાતમાં રાધા વલ્લભી સંપ્રદાય નહીં જેવો છે. અમદાવાદ, વડોદરામાંજ માત્ર મંદિરો છે. છતાં તે વખતે એનું વિશેષ જોર હતું ચૈતન્યના રાધા વલ્લભી સંપ્રદાયનું અનુકરણ કરીને વલ્લભી સંપ્રદાયનું સ્થાપન થયેલું છે. રાધાવલ્લભી સંપ્રદયના પુસ્તકો છે હેમાં પદ તથા જે અમુક ગ્રંથો લખેલા છે તેજ ગ્રંથ વલ્લભી સંપ્રદાયમાં બીજાના નામો તેમાં બદલીને ચલાવે છે. સુરદાસ પણ રાધાવલ્લભી હતો. અને તેણે કેવળ રાધા વલ્લભી પર સવા લાખ પદ જોડેલાં છે. ગુજરાતમાં વરસ બે એક રહી પાછા મથુરા તરફ ગયા અને ગોકુળના નાના ગામડામાં નિવાસ કર્યો.
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy