SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ બતાવ્યો. ભાગ વગર વહેચાયેલે જણાવ્યું. મૂર્તિ પિતાના ભાગની જણાવી. ને કહ્યું કે જે ભાગ આપે તો અતિ આપવા ખુશી છે. અને હામને એકાંતમાં સવિસ્તર હકીકત જણાવી. આખરે બન્નેએ મસલત કરી અમુક રકમ ઠેરવી. હાકને આ વાત સ્વીકારીને મૂર્તિ રજૂ કરવા જણાવ્યું. પેલા રકમ લાવ્યા. તેમજ જગજીવન મતિ લાવ્યા. પણ જગજીવન ઝવેરાત વગરની મૂતિ લાવ્યો. આથી ગુસાંઈજીએ ઝવેરાતવાળી માગી, ને કલ્પાંત કરવા લાગ્યા. આ પરથી જગજીવને હાકમને ગુસાંઈજીનું આ પોકળ કહી બતાવ્યું, કે માત્ર ઝવેરાત ને પૈસા માટે આ પાખંડ છે, પરમેશ્વરની મતિ તો બધે સરખી હોય. આવી રીતે આ પતી ગયા પછી ત્યાં વધુ દુર્દશા અટકાવવા ગુજરાત . તરફ પ્રયાણ કર્યું. હવે બીજીમેર જગજીવને હાકેમને આવા પાખંડે ફેલાવવા ન દેવા માટે બોધ આપે. અને થોડે દિવસે ગુસાંઈજીને માટે ખબર કાઢવા અન્યાર તથા ગિરીરાજ તરફ માણસ મોકલ્યાં. તજવીજ કરતાં માલમ પડ્યું કે એ ગુજરાત તરફ સીધાવ્યા હતા. માત્ર કુટુંબ વર્ગ છે. આ પછી જગજીવન અને હેનું સહાયક મંડળ પાછું કાશી ગયું. ઉપરની સર્વ હકીકત પુરૂષોત્તમ અથવા જગજીવન સ્વામિ એક પુસ્તકના આકારમાં લખી ગયા હતા તે પરથી સ્વામી સચ્ચિદાનન્દ બ્રહ્મતીર્થ નામના સંન્યાસીએ પુરાતન કથા નામનું પુસ્તક ગુજરાતી ભાષાની કવિતામાં આસરે ૧૫૦૦ પંકિતઓનું બનાવેલું તેને આધારે ટુંકમાં વર્ણન કર્યું છે. આવી રીતની ફજેતી હતી પણ તેથી એ સંપ્રદાયને કે હેની વૃદ્ધિને કોઈપણ જાતની ખાસ હરકત આવી નહિ. જગજીવન સ્વામિ માત્ર ફજેત કરી ચાલ્યો ગયો અને ત્યારપછી કઈ એવું આગ્રહી નીકળ્યું નહીં કે જે એ સંપ્રદાયની પાછળ મંડયું રહે. અને આપણા લોકો ગાડરિયે પ્રવાહ વિચીત્ર છે. આજે પણ મહારાજના દે, અનીતિ, નિબળતા વિગેરે જોઈએ તેટલું ઉઘાડું પડેલું છે, જાહેર કેર્ટમાં પણ અનીતિવાન કર્યા છે છતાં બધું ચાલ્યું જાય છે.
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy