SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવાનું મેરીને સમજાવ્યું. પરંતુ પાર્લમેન્ટ વિરુદ્ધ પડી છતાં મેરીએ લશ્કર મે કહ્યું. શરૂઆતમાં ઈલેનને ફતેહ મળી, પરંતુ અંગ્રેજોના તાબાનું કેલે શહેર રેજોએ જીતી લીધું. એથી લેકે ગુસ્સે થયા દરમિઆન ફિલિમ મરણ પામે. વંધ્યત્વના દુઃખથી પિડાએલી મેરીને આ આઘાત અસહ્ય લાગ્યો; તે હદય ભાંગી ગયું. તેણે કહ્યું કે “મારા મૃત્યુ પછી મારા હૃદયમાં ‘ફિલિપ” અને “કેલે” એ બે શબ્દ કાતરાએલા માલમ પડશે.” મેરીના છેલ્લા દિવસે દુખ અને શાકમાં ગયા. ગાદીએ આવતાં જે પ્રજાએ તેને હરખભેર અને ઉમળકાથી આવકાર આપ્યો હતો, તેજ પ્રજા હવેં તેને શાપ વા લાગી. તે ઈ. સ. ૧૫૫૮માં મરણ પામી. તે ગમે તેટલી ધર્માંધ હતી. છતાં મરતા પહેલાં તેણે પોતાની રાજનીતિની નિષ્ફળતા જોઈ લીધી. મરતી વખતે તેના મનમાં એક ડંખ રહી ગયો, અને તે એ કે જે સ્ત્રીએ પિતાની માતાનું સ્થાન લીધું હતું, તેની પુત્રી *પિતાની પછી ગાદીએ આવી પિતાનું કરેલું સર્વ કાર્ય રદ કરી નાખશે. પ્રકરણ ૪થું ઈલિઝાબેથ ઇ. સ. ૧૫૫૯-૧૬૦૩ - ઇંગ્લેન્ડની સ્થિતિ: ઇલિઝાબેથ ગાદીએ આવી ત્યારે દેશની સ્થિતિ કડી હતી. તે ટયુડર વંશની છેલ્લી રાણી હતી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને લડાઈ ચાલતી હતી, અને કેલે અંગ્રેજોના હાથમાંથી ગયું હતું. દેશમાં ધાર્મિક ઝઘડાઓએ એવું સ્વરૂપ પકડયું હતું, કે બંને પક્ષ વચ્ચે સમાધાનની આશા ન હતી. રાજ્યના ખજાનામાં નાણાં ન હતાં, અને હલકી ધાતુના સિક્કાઓથી વેપારમાં મંદી આવી હતી. ધર્મધ મેરીએ ગુજારેલા જુલમથી 2. Women, when I am dead Open imy, heart, and you find written Two names, 'Philip' and 'Calais'. Tenisyson * મેરી અને ઇલિઝાબેથ ઓરમાન બેને હતી.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy