SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ - ત્રીસ વર્ષને વિગ્રહ: આવી તકને લાભ લઈ યાકના ઠાકોર રિચર્ડ પાર્લમેન્ટમાં સુધારો કરવા બાબત પિકાર ઉઠાવ્યો અને લશ્કર એકઠું કરવા માંડયું. અનેક અસંતુષ્ટ ઉમરાવો અને લકે તેના પક્ષમાં મળી ગયા. રિચર્ડ ફ્રાન્સ અને આયર્લેન્ડમાં રાજ્યની નીમકહલાલ નોકરી કરી હતી, અને પોતાના શૌર્ય વિષે દેશમાં નામના મેળવી હતી. તે રાજાને નજીકના સગો હતા, એટલે રાજ્યવહીવટ પિતાને હસ્તક મુકાવે જોઈએ એવી તેણે માગણી કરી. શરૂઆતમાં તે તેનું કહેવું કેઈએ સાંભળ્યું નહિ. પરંતુ દૈવયોગે રાજા ગાંડ થયો, અને રિચને “રાજરક્ષક” નીમવામાં આવ્યો. થોડા વખતમાં રાજાને રોગ મટી ગયો, એટલે રિચર્ડને રજા આપવામાં આવી. તેણે પિતાને વતન જઈ લશ્કર એકઠું કરવા માંડયું, અને પોતે એડવર્ડ ૩જાના વંશમાં જન્મેલ છે, એમ કહી ગાદીનો દાવો કર્યો. એથી દેશમાં રાજનો અને રિચંનો એવા બે પક્ષ પડી ગયા, અને તરવારે ખેંચાઈ. ઈ. સ. ૧૪૫૫માં સેન્ટ આબન્સની લડાઈમાં રિચર્ડ જીત્યો, અને રાજા પકડાયો. પરંતુ થોડા વખતમાં રાણી માર્ગરેટે મોટું લશ્કર એકઠું કરી રિચર્ડને હરાવ્યો, અને તેને દેશમાંથી નસાડી મૂક્યો. - સેન્ટ આબન્સના યુદ્ધથી શરૂ થએલે વિગ્રહ ૩૦ વર્ષ સુધી ચાલ્યો, તેથી તેને ત્રીસ વર્ષને વિગ્રહ’ કહે છે. આ વિગ્રહમાં લેજેસ્ટ પક્ષ (રાજપક્ષ) વાળાઓએ પિતાના વાવટા ઉપર રાતા ગુલાબનું, અને ગર્લ પક્ષ (રિચર્ડ પક્ષ) વાળાઓએ સફેદ ગુલાબનું ચિહ્ન રાખ્યું હતું, તેથી તેને ‘Wars of Roses” એવું ઉપનામ મળેલું છે. લે-કેસ્ટર વંશના રાજાઓની નિર્બળતા, પાર્લમેન્ટમાં પડેલે સડે, વધી ગએલા કરે, ઇત્યાદિ અનેક રાજકીય કારણેથી ઉભા થએલા અસંતોષને લીધે આ વિગ્રહ શરૂ થયો, પણ આખરે ઉમર અને તેમના નોકરે સામસામા પક્ષમાં લડયા. ખેડુતો અને વેપારીઓ કંઈજ બનતું નથી એમ માની પિતાનું કાર્ય કર્યું જતા, એટલે આ વિગ્રહમાં બહુ ઉંડા ઉતરવાની જરૂર નથી. ૩૦ વર્ષના લાંબા ગાળામાં યોર્ક અને લેકેસ્ટર પક્ષવાળાની વારાફરતી હારજીત થતી. જેમ જેમ લડાઈ આગળ ચાલતી સઈ તેમ તેમ બંને પક્ષનો વેરભાવ વધતો ગયો, અને જેઓ પકડાયા તેમના
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy