SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પર એલિઅન્સને ઘેરે ઊઠયો. પછી રાજાને રિસ લઈ જઈ તેણે પરાપૂર્વની રીત પ્રમાણે તેને રાજ્યાભિષેક કર્યો, અને કહ્યું કે “મહારાજ, હવે મારી પ્રેરણું બંધ થઈ ગઈ છે, મને મારે ગામ જવાની રજા આપ.” પરંતુ ફેન્ચ લેકે તો તેને દેવી માનતા હતા એટલે એલિઅન્સની કુમારિકાને જવા કેમ દે? દરમિઆન બે વર્ષમાં એ બાળા અંગ્રેજોના હાથમાં કેદ પકડાઈ, અને અંગ્રેજોએ તેને ડાકણ ગણી છવતી બાળી મૂકી, ઈ. સ. ૧૪૩૧. આટલું છતાં ફ્રાન્સમાં હવે અંગ્રેજ સત્તાનો અંત આવવાનું નિર્માણ થયું હતું. જો કે જાગૃત કરેલી પ્રજાભાવનાને પરિણામે ફેન્ચો અંદર અંદર સંપી ગયા, અને ખરા દીલથી : વીર બાળા જેન આ આર્ક પોતાના રાજાને મદદ કરવા લાગ્યા. પરિણામે અંગ્રેજો એક પછી એક મુલક ખાતા ગયા. વળી આ વખતે બેડફ મરણ પામ્યો, અને ઈંગ્લેન્ડમાં પક્ષ પડ્યા. ઈ. સ. ૧૪૫૩માં અંગ્રેજોના હાથમાં માત્ર કેલે અને બીજે છેડે મુલક રહ્યો ફ્રાન્સને બાકીને મુલક અંગ્રેજોના હાથમાંથી જતો રહ્યો. સે વર્ષના વિગ્રહને આ રીતે અંત આવ્યો. રાજ્યખટપટને લીધે ઉભા થએલા પક્ષોના પ્રપંચથી હેનરીએ પૂર્વજોએ સંપાદન કરેલે મુલક યો, અને મળેલી આબરૂ ગુમાવી. પરંતુ રાજ નમાલે હય, પાર્લમેન્ટમાં સડો પેસી ગયો હોય, અને સરદારે ખટપટી હોય, ત્યાં આ સિવાય બીજું શું સંભવે? પ્રજા ઉપર કરને જે વધી પડયોલેકે રાજ્યવ્યવસ્થાથી એટલા બધા ટાળ્યા, કે તેમણે બંડ પણ જગાવ્યું.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy