SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭૫માં અંગ્રેજો પાસે માત્ર માર્ડ, બેચેન અને ક્લે સ્થાં. એડવર્ડને પણ ઘણા ખેદ થયા; આટલા પરાજ્ય ઉપરાંત સ્પામ યુવરાજ પણ મરણ પામ્યાઃ રાજાએ પેાતાનું મન મેાજમઝામાં વાળવા માંડયું. પરંતુ હૃદયનો શાક એમ શી રીતે શાંત થાય? ઇ. સ. ૧૩૭૭માં ૫૫ વર્ષનો લાંખે અમલ ભાગવીને એડવર્ડ મરણ પામ્યા. રિચર્ડ બીજો: ૧૩૭૭–૧૩૯૯. વાટ ટાઇલરનું ખંડ: એડવર્ડના મરણ પછી તેના બાળ પાત્ર રિચર્ડને ગાદી મળી, અને નવ પટાવતાએ રાજ્યવહીવટ ચલાવવા માંડો. ફ્રાન્સ જોડે લડાઈ ચાલતી હતી, અને લોકાને ભારે કર ભરવા પડતા હતા. અનેક કારણેાથી ખેડુતેામાં ઉડે અસંતાષ વ્યાપી રહ્યો હતા. વિકલીના અનુયાયીઓ “સર્વ મનુષ્યા સમાન છે” એવા ઉપદેશ આપતા હતા, અને સડી ગએલા સમાજતંત્ર માટે તિરસ્કાર ઉત્પન્ન કરતા હતા.૧ એવામાં પાર્લમેન્ટ સેાળ વર્ષની ઉંમર ઉપરનાં સ્ત્રીપુરુષાને માટે માથાવેરા નાખ્યા. લોકાએ કર ભરવાની ના પાડી, એટલે ઉઘરાતદારાએ જુલમ ગુજાર્યાં. કેન્ટમાં એક ઉધરાતદારે વાટ નામના માણસની પુત્રીનું અપમાન કર્યું, એથી ધુંધવાએલો . અગ્નિ ભભૂકી ઊડ્યો. લોકેા ઉશ્કેરાઈ ગયા, અને ઉધરાતદારને મારી ગામમાંથી હાંકી કાઢયા. પછી કુહાડા, દાતરડાં, કાદાળી, પાવડા, કટાએલી તરવાર અને ભાંગેલાં ધનુષ્ય જે કંઈ હાથમાં આવ્યું, તે લઈને વાટની સરદારી નીચે તે લંડન તરફ ચાલ્યા, અને રસ્તામાં પણ અનેક લોકે તેમને આવી મળ્યા. લંડન પહોંચતાં લાખેક માણસા એકઠાં થઈ ગયાં. તેમણે રસ્તામાં ધરે, અદાલતા અને દફતરો બાળ્યાં, અને કેન્ટરબરીના ધર્માધ્યક્ષ, અપ્રિય થઈ પડેલા અમલદારા, અને વકીલોનાં ખૂન કર્યા. આવા રાક્ષસી ટાળાને ચઢી આવેલું જોઈ પાર્લમેન્ટ અને અમીરા ભયભીત થઈ ગયા. હવે શું કરવું તે પણ તેમને સૂઝયું નિહ. પરંતુ પંદર વર્ષના રાજાએ અસાધારણ ધૈર્ય અને સમયસૂચકતા બતાવ્યાં. તે ધાડે ૧. જહાન બાલ નામતો એક પાદરી તો કહેતો કે: 66 When Adam delved and Eve span, Who was then the gentleman ? ""
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy