SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ફર '' એડવર્ડને કશાજ હક નહેાતે; કારણ કે ‘ સાલિક લા ” મુજબ દીકરીના વંશમાં ગાદી જઈ શકતી નહેાતી. ફ્રાન્સના લેાકેાને પરદેશી રાજા ગમતા ન હતા, તેથી તેમણે ફિલિપટ્ટાને ગાદી આપી. એડવર્ડે નવા રાજાને નમન કરી તેનું આધિપત્ય । સ્વીકાર્યું, પણ તેને લઢવાનું મિષ જોઈતું હતું. એડવર્ડની કેટલીક જાગીરા ફ્રાન્સમાં હતી, તે પડાવી લેવાની ફિલિપ પેરવી કરતે હતા. ઇંગ્લેન્ડના વેપાર ફ્લાન્ડર્સ જોડે ચાલતા હતા, અને ફલાન્ડર્સના ડાકારને મદદ આપી ફિલિપ ઇંગ્લેન્ડના વેપારને તથા એડવર્ડની આવકને ધક્કો પહાંચાડતા હતા, તે એડવર્ડથી ખમાતું નહાતું. એવામાં ફલાન્ડર્સના લેાકાએ પોતાના ઠાકાર સામે થવામાં એડવર્ડની મદદ માગી, એટલે તેનામાં બમણું જોર આવ્યું. આથી ફ્રાન્સ જોડે વિગ્રહ શરૂ થયા, અને તે કકડે કકડે એક સૈકા (ઇ. સ. ૧૩૩૮–૧૪૫૩)સુધી લંબાયે, તેથી તેને ‘સેા વર્ષના વિગ્રહ’ કહે છે. સત્તાના લાભથી અને રાજ્યતૃષ્ણાથી આ વિગ્રહ મંડાયેા, પણ પરિણામે બેમાંથી એકે પ્રજાને લાભ થયેા નહિ; ઉલટું અસંખ્ય વીર પુરુષાનાં લોહી રેડાયાં, અને દેશની પૈસેટકે ખુવારી થઈ. પરંતુ એ જમાના મસ્તીને હતા. અમીરાતે અને રાજાએને રણખેલ વહાલા લાગતા. હથિયારાના ખડખડાટમાં પ્રજાનાં દુ:ખાના પાકાર સાંભળવાની કાઈને પરવા ન હતી. ક્રેસીનું યુદ્ધઃ ઇ. સ. ૧૩૪૬. આરંભમાં તે। અંગ્રેજોને બહુ છત મળી નહિ. ઇ. સ. ૧૩૪૫માં એડવર્ડે મેટી સેના લઈ પારિસ ઉપર ચઢાઈ ફરી; પણ ફ્રેન્ચ લશ્કર તેની પાછળ પડયું, એટલે તેણે ઉત્તર તરફ જવા માંડયું. તેમ છતાં ફ્રેન્ચ એડવર્ડની પુંઠે પડયા. એડવર્ડથી ફ્રેન્ચાના મેટા લશ્કર સામે ખુલ્લા મેદાનમાં લઢી શકાય એમ ન હતું, તેથી તેણે ક્રેસીની ધાર આગળ લઢવાનો વિચાર રાખ્યા. તેણે અંગ્રેજ તીરંદાજોને માખરે રાખી તેની બાજુએ યદળ ગાઠવી દીધું. ફ્રેન્ચ ઘેાડેસવારાએ પણ વારંવાર હલ્લા કર્યા, પરંતુ તેમનું કાંઈ વળ્યું નહિ. ફ્રેન્ચ છાવણીમાં ગભરાટ તથા અવ્યવસ્થા થઈ ગઈ, અને ફ્રેન્ચ જીવ લઈને નાસી ગયા. આ યુદ્ધમાં એડવર્ડના પાટવી કુંવરે આગળ પડતા ભાગ લઈ ઘણું પરાક્રમ દાખવ્યું. તેના કાળા બખતરને લીધે તે ‘શ્યામ ચુવરાજ’ ને નામે ઓળખાય છે. ૧. કુંવર ફ્રેસીના યુદ્ધમાં ગયા, ત્યારે સેાળ વર્ષના હતા, અને હજુ સુધી તેણે
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy