SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ ૨૧. એટર્ની જનરલ ૭,૦૦૦ , ૨૨. પેસ્ટ-માસ્તર–જનરલ ૨૩. પેન્શન ખાતાને પ્રધાન. હાલનું પ્રધાનમંડળ નીચે જણાવેલા પ્રધાનનું બનેલું છે. (૧) તિજોરી ખાતાને પ્રથમ હૈ—વડે પ્રધાન નેવિલ ચેમ્બરલેઈન) (૨) લૉર્ડ પ્રિવિ સીલ. (૩) પ્રિવિ કાઉન્સિલને પ્રમુખ. (૪) લૉર્ડ ચાન્સેલર. (૫) ચાન્સેલર ઍલ્ ધી એકસચેકર. (૬) પરદેશમંત્રી. (૭) સંસ્થાનિક મંત્રી. (૮) યુદ્ધમંત્રી. (૯) ગૃહમંત્રી. (૧૦) હિંદી વજીર. (ઝેટલેન્ડ) (૧૧) નૌકા ખાતાને પ્રથમ હૈ પ્રધાનમંડળને લગતા અગત્યના સિદ્ધાંતે (Main features of the Cabinet). (૧) એકજ રાજકીય પક્ષઃ પ્રધાનમંડળના સભ્ય આમની સભામાં બહુમતી ધરાવનાર પક્ષમાંથી જ ચૂંટવામાં આવે છે. કઈ પણ કારણસર પ્રધાનમંડળ આમની સભાને વિશ્વાસ ગુમાવે તે તેમને રાજીનામું આપવું પડે છે, અને નવું પ્રધાનમંડળ ચુંટાય છે. (૨) સંયુક્ત જવાબદારીઃ ચાર્લ્સ બીજાના સમયમાં પાર્લમેન્ટ કલેરન્ડન અને ડેબી ઉપર રાજાને ભેટી સલાહ આપવા બદલ કામ ચલાવ્યું હતું. એ બતાવે છે કે તે વખતમાં દરેક પ્રધાન પોતાના કાર્ય માટે પાર્લમેન્ટને જવાબદાર ગણાતું. પરંતુ હાલમાં એ સ્થિતિ બદલાઈ ગઈ છે. પ્રત્યેક પ્રધાનના કાર્ય અને ધારણ કરેલી રાજ્યનીતિ માટે સમગ્ર પ્રધાનમંડળ પાર્લમેન્ટને જવાબદાર ગણાય છે; એટલે કોઈ પણ પ્રધાન પર આમની સભા અવિશ્વાસને ઠરાવ લાવે, અથવા તેણે રજુ કરેલે ખરડો ફેકી દે, તો બધા પ્રધાને એકી સાથે રાજીનામું આપે છે. (૩) વડા પ્રધાનની આગેવાની: પ્રધાનમંડળના બધા સભ્યો વડા પ્રધાનની આગેવાની સ્વીકારે છે. અગત્યની દરેક બાબતમાં પ્રધાનો તેની સલાહ અનુસાર વર્તે છે. વડા પ્રધાન સાથે મતભેદ ધરાવનાર સભ્યને રાજીનામું આપવું પડે છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy