SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ४१८ તેની સલાહ તે લે. ચાર્લ્સ બીજે ગાદીએ આવ્યો, ત્યારે વહીવટની સરળતા ખાતર તેણે પાંચ માણસોનું એક મંડળ નીમ્યું. તે “કેબલ પ્રધાનમંડળના નામથી ઓળખાયું. આ મંડળના સભ્યો રાજાના વિશ્વાસુ માણસ હોવાથી તેઓ પાર્લમેન્ટને જવાબદાર ન હતા. ઇ. સ. ૧૬૮૮ની રાજ્યક્રાન્તિ પછી રાજ્યસત્તા મર્યાદિત બની, અને પાર્લમેન્ટની સત્તા સર્વોપરિ બની. વિલિયમે શરૂઆતમાં તે હિગ અને ટોરી બંને પક્ષમાંથી પ્રધાનમંડળ નીમ્યું હતું, પરંતુ પાર્લમેન્ટમાં પક્ષપાત પ્રબળ થતું ચાલ્યું, અને પ્રધાનના કામમાં હરકત ઉભી થવા માંડી. આથી વિલિયમે સંડરલેન્ડની સૂચનાથી બહુમતી ધરાવનાર પક્ષમાંથી પ્રધાનમંડળ નીમવાની શરૂઆત કરી. આ પદ્ધતિમાં એકધારી નીતિ આવવાથી સામુદાયિક બળ વધ્યું, અને રાજકારભાર સરળ બને. એન રાણુએ એ પદ્ધતિ ચાલુ રાખી; પણ કેબિનેટ પદ્ધતિનાં બીજાં સૂત્રો વૅલના કારભારમાં અમલમાં આવ્યાં; કારણ કે પરદેશી રાજાઓના અંગ્રેજી ભાષાના અજ્ઞાનપણાને લઈને પ્રધાનમંડળમાં રાજાએ બેસવાનું બંધ કર્યું. આથી વડા પ્રધાન (Prime Minister)નું પદ અસ્તિત્વમાં આવ્યું. વળી વૈધેલના સત્તાભને લીધે એકજ રાજકીય પક્ષના અને વડા પ્રધાનની આગેવાની સ્વીકારે તેવા સભ્યો પ્રધાનમંડળમાં આવવા લાગ્યા. ર્જ્યોર્જ ત્રીજાએ પ્રધાનમંડળની સત્તા તેડી નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેથી તે પક્ષપદ્ધતિ પ્રબળ થઈ, અને પ્રધાનમંડળદ્વારા રાજ્યા ચલાવવાની પ્રથાને બમણો વેગ મળે. કેબિનેટ અને મિનિસ્ટ્રી: પ્રધાનમંડળના સભ્યોની સંખ્યા મુકરર નથી; તેમાં આશરે ૨૦ સભ્યો હોય છે, પણ બધા પ્રધાનની કુલ સંખ્યા તો ૭૦ જેટલી થાય. એને “મિનિસ્ટ્રી” કહે છે. પાર્લમેન્ટને સેક્રેટરી, આસિસ્ટેટ સેક્રેટરી અને અમીની સભામાં બેસતા બીજા જવાબદાર અમલદારે મિનિસ્ટ્રીમાં ગણાય છે. મિનિસ્ટ્રીને કેબિનેટની રાજનીતિને ધોરણેજ ચાલવું પડે છે. કેબિનેટ: તે કેવી રીતે રચાય છે? આમની સભાની ચુંટણી થઈ ગયા પછી રાજ વધુમતી પક્ષના આગેવાનને બોલાવી પ્રધાનમંડળ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy