SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ 24ail zoril Hellat aya tica: (Functions and Powers) (૧) ધારાવિષયક સત્તાઃ આમની સભાની માફક અમીરની સભાને પણ સામાન્ય ખરડા રજુ કરવાની સત્તા છે, અને તેમાં પ્રત્યેક ખરડો * ત્રણ વાચનમાંથી પસાર થાય ત્યારે તે આમની સભામાં જાય છે. કાયદા ઘડવાની બાબતમાં ઈ. સ. ૧૯૧૧ પછી અમીરોની સભાના સમાન હક ઉપર કા૫ મૂકવામાં આવ્યો છે; કારણ કે આમની સભાએ બે વરસની બેઠકમાં ત્રણ વખત પસાર કરેલા ખરડાને અમીરોની સભા સંમતિ ન આપે તે પણ તે રાજાની સહીથી કાયદો બને છે. ' (૨) નાણું સંબંધી: ખરડા અને અંદાજપત્ર પહેલાં તે આમની સભામાં રજુ થવાં જોઈએ એવી પ્રથા છે, પણ તેમાં અમીરની સભાની સંમતિ લેવાય છે. અમીની સભા એવા નાણાંકીય ખરડાને એક માસમાં પસાર ન કરે, તે રાજાની સહીથી એ પસાર થએલું ગણાય છે. આમ જોતાં નાણાંકીય બાબતોમાં અમીરાની સભાની સત્તા નામની જ રહી છે. * ખરડો કેવી રીતે કાયદો બને છે? પ્રથમ તો કઈ પણ ખરડો રજુ કરવા દેવા માટે સભાની રજા માગવી પડે છે. રજા મળતાં તે ખરડો વાંચવાને દિવસ નક્કી કરવામાં આવે છે. ઠરાવેલે દિવસે ખરડો સભામાં દાખલ થાય છે, અને તે શા વિષય ઉપર છે તે જણાવવામાં આવે છે. તે દિવસે તેના ઉપર ચર્ચા થતી નથી. આ પ્રમાણે પહેલા વાચન (Reading)માંથી પસાર થયા પછી ખરડે છપાવી દરેક સભ્યને મોકલવામાં આવે છે. આ પ્રમાણે ખરડાના સ્વરૂપ, મુદ્દાઓ અને પ્રોજન વિષે અભ્યાસ કરવાની તક આપ્યા પછી તેનું બીજું વાચન થાય છે. તે પ્રસંગે તેના હેતુ, મુદ્દાઓ વગેરે ચર્ચાય છે. મહત્વના કાયદાઓના ખરડાનું આ વાચન કેટલીક વખત તો અઠવાડીઆં સુધી ચાલે છે. જે ખરડો પસાર થાય તે તેને ઝીણવટથી તપાસવા અને ફેરફાર સૂચવવા તેને એક ખાસ સમિતિ (Select Committee) ને સોંપવામાં આવે છે. એ ખસ્તાની સંપૂર્ણ ચર્ચા પછી સમિતિ એ ખરડે પિતાના હવાલ સાથે રજુ કરે છે, એટલે તેનું ત્રીજું વાચન થાય છે. આ વેળા સભ્યોએ માત્ર સામાન્ય ચર્ચા કરવાની હોય છે. આખરે તે ઉપર મત લેવાય છે; અને બહુ મતી મળે તો એવાજ સંસ્કાર પામવા ખરડે બીજી સભામાં જાય છે. અને સભામાં પસાર થએલો ખરડે રોજની સહીથી કાયદે બને છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy