SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ –બ્રિટિશ રાજ્યબંધારણમાં તાજનું સ્થાન– (૧) તાજની ઉપયોગિતાઃ આપણે વાંચી ગયા કે ટુઅર્ટ અમલ દરમિઆન રાજા અને પાર્લમેન્ટ વચ્ચે શ્રેષ્ઠતા માટે ચાલેલે ઝગડો ઇ. સ. ૧૬૮હ્માં પૂરે થયે, અને રાજસત્તા પર કાયમના અંકુશ મૂકવામાં આવ્યા. ત્યાર પછી મર્યાદિત રાજસત્તાને અમલ શરૂ થયો. હાલ આમની સભામાંથી નીમાએલું પ્રધાનમંડળ (Cabinet) સમગ્ર દેશને રાજ્યવહીવટ ચલાવે છે, અને વાસ્તવિક રીતે અમલ ચલાવવામાં રાજાની સત્તા નામની જ બની રહી છે છતાં હજુ સુધી બ્રિટિશ પ્રજા રાજા અને રાણી તરફ સન્માનની નજરથી નિહાળે છે. તેમના તરફની વફાદારીથી તેમનાં હૃદય ધડકી ઊઠે છે. તેઓ પણ રાજસત્તાની કેટલીક ઉપયોગિતા સ્વીકારે છે. રાજકારણમાં બાહોશ રાજા પોતાની નૈતિક અસર વાપરી શકે છે. રાજા પક્ષપદ્ધતિથી પર હોય છે, એટલે પ્રધાનમંડળોના ફેરફારની અસર તેના પર થતી નથી. આથી વિદેશનીતિ સબંધી ઊઠેલા પ્રશ્નોમાં રાજાના વ્યક્તિત્વની ઘણી અસર થાય છે. વળી તે પોતાના લાંબા અનુભવને લાભ પ્રધાનમંડળને આપી શકે છે. સંધિ કે વિગ્રહ દરમિઆન તેની સલાહ સોનેરી ગણાય છે. સામ્રાજ્યની એકતા સાધવામાં રાજા એક ઉપગી અને પ્રેરક બળ છે. લડાઈને સમયે રાજા સામ્રાજ્યના દરેક અંગનું કેન્દ્ર બને છે, અને પ્રજા તેને જ વફાદાર રહે છે. સામ્રાજ્યના વિકાસથી સામ્રાજ્યના ઐક્યની લાગણી મૂર્તિમંત દર્શાવનાર રાજાજ છે. વળી રાજાની પ્રતિભા, રાજાને યુરોપી રાજકુટુંબ સાથે સંબંધ, તેને વિશાળ અનુભવ અને રાજપદથી જળવાતી એકતાની ભાવનાથી રાજાની સંસ્થા બ્રિટિશ રાજ્યબંધારણમાં ઘણું અનિવાર્ય છે. (૨) તાજ અને તેના ખાસ હકેઃ (Pierogatives of the Crown) છે. દેશમાં રાજપદ વંશપરંપરાનું છે; પરંતુ રાજ્યક્રાતિ પછી થએલા કાયદાની રૂએ રાજા અંગ્રેજ ધર્મસમાજને હેવો જોઈએ, અને તેણે તેજ સમાજની રાજકુંવરી સાથે લગ્ન કરવું જોઈએ. ઇ. સ. ૧૯૩૬માં એડવર્ડ આઠમાએ રોમન કેથલિક સ્ત્રી સાથે લગ્ન કરવા માટે ગાદીને ત્યાગ કર્યો, એ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy